ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 7 સપ્ટેમ્બર 2023 (17:42 IST)

Dwarka- દ્વારકામાં આખલાઓનો ત્રાસ

જન્માષ્ટમી પર્વ પર મોટી સંખ્યામાં ભક્તો ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા દ્વારકા પહોંચ્યા છે પણ કૃષ્ણનગરી દ્વારકામાં સામાન્ય દિવસોની જેમ આજે પણ આખલાઓનો ત્રાસ યથાવત છે.  
 
આજે મધરાત્રે 12 વાગ્યે 'નંદ ઘેર આનંદ ભૈયો, જય કનૈયા લાલકી'ના નાદ સાથે શ્રીકૃષ્ણના જન્મના વધામણા કરવામાં આવશે. આ પર્વ પર મોટી સંખ્યામાં ભક્તો દ્વારકાધીશના દર્શને ઉમટી પડ્યા છે. 
 
દ્વારકાના જાહેર રસ્તાઓ પર આજે પણ આખલાઓનું યુદ્ધ જોવા મળી રહ્યું છે, જ્યારે દ્વારકા નગરી લાખો ભક્તોથી ઉભરાઈ રહી છે, હર્ષ અને ઉલ્લાસનું વાતાવરણ છે. દ્વારકામાં માનવ મહેરામણ જોવા મળી રહ્યું છે. દ્વારકામાં ખુલ્લેઆમ જોવા મળતા રખડતા પશુ ગમે ત્યારે ગમગીનીમાં ફેરવી શકે છે.