શુક્રવાર, 20 સપ્ટેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By

વધુ 15 સ્ટેશનો પર કરંટ બૂકિંગ અને રિઝર્વ ટિકિટોના કેન્સલેશનની સુવિધા શરૂ

પશ્ચિમ રેલ્વેના અમદાવાદ મંડળ પર વર્તમાનમાં ફક્ત અમદાવાદ સ્ટેશન પર કરંટ બૂકિંગ અને રિઝર્વ ટિકિટોના કેન્સલેશનની સુવિધા ઉપલબ્ધ છે, મુસાફરોની સુવિધા માટે મંડળ પ્રશાસન દ્વારા વધુ 15 સ્ટેશનો પર આ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
 
મંડળ રેલ પ્રબંધક દિપકકુમાર ઝાના જણાવ્યા અનુસાર, હવે મુસાફરો અમદાવાદ સિવાય મણિનગર, સાબરમતી (ધર્મનગર), મહેસાણા, પાલનપુર, ગાંધીધામ અને ભુજ સ્ટેશનો પર સોમવારથી શનિવારે સવારે 08:00 વાગ્યેથી રાત્રે 20:00 વાગ્યે સુધી તથા રવિવારે સવારે 08:00 વાગ્યેથી બપોરે 14:00 વાગ્યે સુધી પીઆરએસ કાઉન્ટર પરથી ટિકિટ રદ કરી શકશે. આ પછી, મુસાફરો યુટીએસ કાઉન્ટરથી ટિકિટ રદ કરી શકશે અને કરંટ બૂકિંગ સુવિધાનો લાભ લઈ શકશે.
 
કલોલ, ઊંઝા, સિદ્ધપુર, ધાંગધ્રા, વિરમગામ, ડીસા, સામાખ્યાલી, ભચાઉ અને ભીલડી સ્ટેશનો પર આ સુવિધા તમામ દિવસો પર સંપૂર્ણ સમય માટે ઉપલબ્ધ રહેશે. ચાંદલોડીયા સ્ટેશન પર મુસાફરો તમામ દિવસો પર સવારે 08:00 વાગ્યેથી રાત્રે 21:30 વાગ્યે સુધી તથા પાટણ સ્ટેશન પર તમામ દિવસો પર સવારે 08:00 વાગ્યેથી રાત્રે 21:00 વાગ્યે સુધી તેમની અનામત ટિકિટ રદ કરી શકશે અને કરંટ કાઉન્ટર બુકિંગની સુવિધાનો લાભ લઈ શકશે.
 
9 જુલાઈથી અમદાવાદ - દરભંગા જનસાધરણ સ્પેશિયલ 15 મિનિટ મોડી ચાલશે
રેલ પ્રશાસન દ્વારા અમદાવાદ અને દરભંગા વચ્ચે ચલાવવામાં આવી રહેલ ટ્રેન નંબર 05560 અમદાવાદ – દરભંગા જનસાધારણ સ્પેશિયલનના 9 જુલાઈ 2021 થી અમદાવાદ ના પ્રસ્થાન સમયમાં પરીવર્તન કરવામાં આવ્યો છે. આ ટ્રેન રાત્રે 20:50 વાગ્યે ને બદલે 15 મિનિટ મોડી 21:05 વાગ્યે દોડશે.