ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 8 જુલાઈ 2021 (10:44 IST)

જામનગરમાં માતાએ ત્રણ બાળકોને કૂવામાં ફેંકી પોતે લગાવી છલાંગ, ત્રણ બાળકોના મોત, માતા બચી ગઇ

જામનગર જિલ્લાના મોરારદાસ ખંભાળીયા ગામ નજીક એક દર્દનાક ઘટના સામે આવી છે. અહીં એક માતાએ પોતાના ત્રણ માસૂમ બાળકોને કૂવામાં ફેંકીને હત્યા કર્યા બાદ આત્મહત્યાનો પ્રયત્ન કર્યો હતો. પાણીમાં ડૂબીને ત્રણેય બાળકોના મોત થયા છે, પરંતુ બૂમો સાંભળીને ગ્રામજનોએ માતાનો જીવ બચાવી લીધો હતો. 
પ્રાપ્ત માહિતી અનુસાર ગામમાં રહેનાર મેસુબેનના પતિ નરેશભાઇને ત્રણ મહિનાથી નોકરી માટે કોઇ બીજા શહેર જવું પડ્યું છે, જે હજુ સુધી પરત ફર્યા નથી અને ના તો તેમનો સંપર્ક થઇ શક્યો છે. મેસુડીબેન સાસુ-સસરા સાથે રહીને ખેતરમાં મજૂરી કરી બાળકોનું ગુજરાન ચલાવતા હતા. 
 
જોકે હજુ સુધી ખુલાસો થયો નથી કે મેસુડીબેનએ આવું પગલું કેમ ભર્યું. પરંતુ ગ્રામજનો પાસેથી મળતી માહિતી અનુસાર પતિ ગાયબ થતાં મેસુડીબેન માટે બાળકોનું ભરણપોષણ મુશ્કેલ થઇ રહ્યું હતું. કદાચ તેનાથી કંટાળીને તેમણે આ પગલું ભર્યું હશે. હાલ મેસુડીબેનને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી.