જન્મ દિવસ જ બન્યો મોતની તારીખ, દહેગામ નરોડા હાઇવે પર ડમ્પરની ટક્કરે બેના મોત
રાજ્યમાં સતત અકસ્માતોની વણઝાર સર્જાઇ રહી છે. ત્યારે ગત રાત્રે દહેગામ નરોડા હાઇવે પર ડમ્પર ચાલકે એક્ટિવાને ટક્કર મારતાં બે યુવકોના મોત નિપજ્યા હતા. આ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર દેહગામ-નરોડ હાઇવે પર બુધવારે રાત્રે જન્મદિવસની ઉજવણી માટે જઇ રહ્યા હતા. તે દરમિયાન પાછળથી યમ બનીને આવેલા ડમ્પરે એક્ટિવાને ટક્કર મારતાં એકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું, જ્યારે જેનો જન્મદિવસ હતો તે મિત્રને ગંભીર ઇજા પહોંચતાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય એક યુવક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
ગાંધીનગર જિલ્લાના દહેગામની અમીન વાડોમાં રહેતા 23 વર્ષીય મયૂર સુધીરભાઈ ઠાકોરે નોંધાવેલી ફરિયાદ અનુસાર બુધવારને 8 ડિસેમ્બરના રોજ તેના મિત્ર મયૂર મોહનભાઈ લાખાણીનો જન્મદિવસ હોવાથી રાત્રે અન્ય બે મિત્રો નીલ ગૌતમભાઈ અમીન સાથે અમદાવાદ તરફ રવાના થયા હતા.
હોવાથી રાત્રિના સમયે તેના બીજા મિત્ર નીલ ગૌતમભાઈ અમીન એમ ત્રણેય મિત્ર એક્ટિવા પર અમદાવાદ જવા માટે નીકળ્યા હતા. તે દરમિયાન રાત્રિના આઠ વાગ્યાની આસપાસ દહેગામ-નરોડા હાઇવે રોડ વડોદરા પાટિયા પાસે પૂરપાટ ઝડપે આવી રહેલા ડમ્પરે એક્ટિવાને પાછળથી ટક્કર મારી હતી. જેથી ત્રણે મિત્રો એક્ટિવા પરથી નીચે પટકાયા હતા. જેમાં નીલ અમીનનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું અને અન્યને ગંભીર ઇજાઓ પહોંચી હતી.
મયૂર લાખાણીને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ તેમજ મયૂર ઠાકોરને ખાનગી એમ્બ્યુલન્સમાં દહેગામની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન મયૂર લાખાણીનું મોત નિપજ્યું હતું.