બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 13 ડિસેમ્બર 2021 (10:36 IST)

ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલનું નિધન, મુખ્યમંત્રી સહિત નેતાઓએ વ્યક્ત કરી શોકની લાગણી

આજે ઊંઝાના ધારાસભ્ય ડો.આશાબેન પટેલનું નિધન થયું છે. આશાબેન પટેલને ડેંગ્યું બાદ લીવર ડેમેજ થયું હતું જેને લીધે તબિયત વધુ ખરાબ થતાં બે દિવસ પહેલાં તેમને અમદાવાદની ઝાયડ્સ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં આજે તેમને અંતિમ શ્વાસ લીધા હતા. તેમના નિધનથી રાજકીય આગેવાનો - કાર્યકરો અને પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. 
 
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઊંઝાના ધારાસભ્ય ડો.આશા બહેન પટેલના દુઃખદ અવસાન અંગે ઊંડા શોક ની લાગણી વ્યકત કરી શ્રદ્ધાંજલી પાઠવી છે.  ભૂપેન્દ્ર પટેલે ડો.આશા બહેન પટેલે એક જાગતિક જન પ્રતિનિધિ તરીકે  જનસેવા સાથે લોક પ્રશ્નો ના ઉકેલ માટે સતત કાર્યરત રહીને એક સંનિષ્ઠ ધારાસભ્ય તરીકે આપેલી સેવાઓની સરાહના કરી છે.મુખ્યમંત્રીએ સ્વ.આશા બહેન ના આત્માની શાશ્વત શાંતિની પ્રભુ પ્રાર્થના પણ કરી છે
 
તો બીજી તરફ સીઆર પાટીલે શોક વ્યક્ત કરતાં કહ્યું હતું કે મહેસાણા જીલ્લાનાં ઊંઝાનાં ધારાસભ્ય શ્રીમતી આશાબેન પટેલનાં દુખદ નિધનનાં સમાચારથી વ્યથિત છું. ઇશ્વર એમનાં દિવંગત આત્માને શાંતિ અર્પે અને પરિવારને આ દુ:ખ સહન કરવાની શક્તિ અર્પે એવી પ્રાર્થના કરું છું. મારી સંવેદનાઓ એમનાં પરિવાર સાથે છે.