રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 17 જૂન 2018 (09:54 IST)

સેક્સ લીલા કરતા વડોદરાના લંપટ ડોક્ટરની ધરપકડ

વડોદરાના અનગઢના લંપટ ડોક્ટરની આખરે ધરપકડ થઈ છે.ડોક્ટર પ્રતિક જોશી પોલીસે મહીસાગરથી ઝડપી પાડ્યો છે. મહીસાગરના વેલવાળિયાથી ડૉ. પ્રતિક જોશીની ધરપકડ કરવામાં આવી છે. ડોક્ટર મહિલા દર્દીઓને પહેલા પોતાની પ્રેમજાળમાં ફસાવતો અને પછી પોતાના જ ક્લિનીકમાં જ સેક્સલીલા માણતો હતો.
આ ડોક્ટર સારવાર માટે આવતી મહિલાઓને એવી ગોળી આપતો, જેથી તેમને બીજી વાર ક્લીનિકમાં જવું પડતું. ગોળી આપ્યા બાદ ડોક્ટરની કામલીલાનો વીડિયો કમ્પાઉન્ડર ઉતારી લેતો. બાદમાં ડોક્ટર મહિલાને વીડિયો વાઈરલ કરવાની ધમકી આપીને રૂપિયાની માગણી કરતો. હાલમાં આ ડોક્ટરની ધરપકડ થઈ ગઈ છે. 
કમ્પાઉન્ડર દિલીપ ગોહિલે તબીબના 135 જેટલા વીડિયો બનાવ્યા હતા. આ વીડિયો તૈયાર થઈ ગયા પછી ડૉક્ટર મહિલા દર્દીઓને બ્લેકમેઈલ કરતો હતો.  આ લંપટ ડોક્ટર વિરુદ્ધ બળાત્કાર અને બ્લેકમેઈલની ફરિયાદ નોંધાઈ છે. ઘટના બાદથી જ ડોક્ટર ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. ALSO READ: ડોક્ટર મહિલા દર્દીઓને પ્રેમજાળમાં ફસાવી માણતો સેક્સ, બળાત્કાર અને બ્લેકમેઈલીંગની ફરિયાદ દાખલ કરાઈ