વેપારીના પુત્રને 100ની સ્પીડે ટર્ન મારવો પડ્યો ભારે, મિત્રની હાલત ગંભીર
ગુજરાતના દમણ વાપી મુખ્ય માર્ગ પર વરકુંડ સ્થિત સંત નિરંકારી હોલ પાસે એક વેપારી પુત્રને હાર્ડલી ડેવિસનાની સ્પોર્ટ્સ બાઇક 100ની સ્પીડમાં ટર્ન લેવો મોંઘો પડી ગયો. બાઇક સ્લીપ થતાં ડિવાઇડર સાથે ટકરતાં તેનું મોત નિપજ્યું હતું. જ્યારે પાછળ બેઠેલા મિત્રની હાલત નાજુક છે.
મળતી માહિતી અનુસાર વાપી આનંદનગર સ્થિત ભોલેબાબા આશ્રમ પાસે રહેતા અને બજારમાં બટાકાના હોલસેલના વેપારી ઓમપ્રકાશ રાજપૂતના 38 વર્ષીય પુત્ર જયદિપ સિંહ પોતાની હાર્ડલી ડેવિસન સ્પોર્ટ્સ બાઇક નંબર જીજે 15 બીએમ 6001 લઇને ગઇકાલે રાત્રે દમણથી નિકળ્યો હતો. બાઇકની પાછળ તેનો મિત્ર જીજ્ઞેશ મનસુખભાઇ રાજપૂત પણ બેસ્યો હતો. 800 સીસીની સ્પોર્ટ્સ બાઇક લઇને બંને સુરત આવી રહ્યા હતા. આ દરમિયાન વરકુંડના સંત નિરંકારી હોલ પાસે 100ની સ્પીડમાં ટર્ન લેતાં બાઇકે કાબૂ ગુમાવતાં ડીવાઇડર સાથે ટકરાઇ હતી.
ઘટનામાં સ્થળ પર જ જયદિપ સિંહનું મોત નિપજ્યું હતું. જ્યારે પાછળ બેઠેલા તેના મિત્ર જિજ્ઞેશ રાજપૂતની હાલત ગંભીર છે. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો દોડી આવ્યો હતો. પોલીસે જણાવ્યું કે બાઇકની સ્પીડ વધુ હોવાના કારણે આ અકસ્માત સર્જાયો છે. મૃતકે હોશમાં આવ્યા બાદ નિવેદનમાં આ વાત કહી હતી. જોકે કેસ દાખલ કરી આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે