રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 2 ડિસેમ્બર 2019 (13:58 IST)

સરકાર હેલ્મેટ માટે દંડ ફટકારે છે તો યુવતી પર બળાત્કાર ગુજારનારને કેમ સજા નથી આપતી?

ગુજરાતમાં છેલ્લા એક વર્ષ દરમિયાન યુવતીઓ તથા બાળકીઓ પર બળાત્કારની ઘટનામાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. તાજેતરમાં જ વડોદરા સુરતમાં સામૂહિક બળાત્કારની ઘટના સામે આવી હતી. બીજી બાજુ મુખ્યમંત્રી જ્યાંથી આવે છે. તેવા રાજકોટ વિસ્તારમાં પણ ધોળે દિવસે જાહેર માર્ગ પરથી પસાર થઈ રહેલી એક બાળકીનું ગાડીમાં અપહરણ કરી જવાયું છે. જેને પગલે એવી સ્થિતિ ઊભી થઈ છે કે ગુજરાતમાં બહેન દીકરીઓ સલામત નથી. બળાત્કારની વધતી જતી ઘટનાઓ અંગે ગુજરાતની ભણેલી-ગણેલી યુવતીઓ અને જાગૃત મહિલાઓ ચોંકી ઉઠી છે. તેવો બળાપો કાઢે છે કે બેટી બચાવો બેટી પઢાવોના નારા કરતી સરકાર અને તેના મંત્રીઓ અત્યારે ક્યાં છે? બહેન દીકરીઓ પર રેપની ઘટનાઓ બને છે, ત્યારે આવા નેતાઓ કેમ કોઈને બચાવવા આવતા નથી. નંબર હવે ખરીદો બળાત્કારી શખ્સોને કાયદાનો કેમ કોઈ ડર લાગતો નથી? કોલેજીયન યુવતીઓ કહે છે કે સરકાર સામાન્ય નાગરિકો માટે જ ફાયદાઓ ગણાવે છે અને આપણે લોકોએ જ તેનો અમલ કરવાનો હોય છે, પરંતુ રાજકીય નેતાઓ તેમજ તાકાતવર લોકો અને અસામાજિક તત્વોને માટે કોઈ કાયદો નથી. એવું ચિત્ર ઊભું થયું છે. હેલ્મેટ ન પહેરીએ તો સરકાર અમારી પાસેથી રૂપિયા 500નો દંડ સ્થળ પર જ વસૂલ કરે છે. લાયસન્સના હોય તો પણ દંડ ફટકારે છે પરંતુ ખુલ્લેઆમ બળાત્કારની ઘટના થાય અને આરોપીઓ પકડાઈ જવા છતાં સરકાર તેમને તાત્કાલિક શા માટે સજા નથી આપતી? જ્યારે મહિલાઓએ આક્રોશ સાથે કહે છે કે ગલ્ફ દેશો દેશની અંદર બળાત્કારીને જ જાહેરમાં સજા ફટકારવામાં આવે છે. તો ગુજરાતમાં પણ આ રીતે બળાત્કારીઓને સજા ફટકારો કારણકે અસામાજિક તત્વો મહિલાઓની કોઈ ઇજ્જત રાખતા નથી.  બેટી બચાવો અને બેટી પઢાવોના નારા લગાવવાની સરકારને કેમ જરૂર પડે છે. તેવો પ્રશ્ન કર્યા બાદ અન્ય મહિલા એ જ જવાબ આપ્યો કે ગુજરાતમાં સ્ત્રીઓ સલામત નથી માટે જ આવા નારાઓ લગાડવામાં આવે છે. દિન-પ્રતિદિન બળાત્કારની તેમજ અવાર નવાર છેડતીની ઘટનાઓ બની રહી હોવાને કારણે સ્કૂલ કોલેજમાં જતી કન્યાઓ પણ ડરના માહોલ હેઠળ જીવી રહી છે અને ઘણી યુવતીઓ અને બાળકીઓ પોતાના ઘરની બહાર નીકળતા પણ ડરી રહી છે.