શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 27 ફેબ્રુઆરી 2021 (13:53 IST)

વજન ઘટાડવામાં મદદ કરે છે કુણુ પાણી, આ વસ્તુઓ મિક્સ કરીને પીશો તો બમણો થશે ફાયદો

જાડાપણુ કે વજન વધવુ કોઈ મુસીબતથી કમ નથી. ખરાબ લાઈફસ્ટાઈલ અને ખોટી ખાનપાનની ટેવને કારણે ઘણા લોકો વજન વધવાની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. કેટલાક લોકોને સમજાતુ નથી કે તેઓ કેવી રીતે પોતાના વજન પર કાબુ મેળવો. જીમ જઈને વર્કઆઉટ કરવો એક વિકલ્પ હોઈ શકે છે.  પણ ઘણા લોકોને તેના માટે સમય કાઢવો મુશ્કેલ હોય છે . આવામા તેઓ ઈચ્છે છે કે એવો કોઈ ઉપાય મળી જઆય જેનાથી વગર કોઈ મહેનતે સહેલાઈથી વજન ઓછુ કરી શકાય છે.  અહી આજે જાણીશુ કેવી રીતે કુણુ પાણી પીવાથી વજન ઘટવામાં મદદ મળી શકે છે. સાથે જ એ પણ જાણીશુ કે એવી કંઈ વસ્તુ છે જેને કુણા પાણી સાથે પીવાથી વધુ ફાયદો મળી શકે છે 
 
કુણુ પાણી પીવાથી કેવી રીતે વજન ઘટાડી શકાય છે 
 
પાણી શરીરના પોષક તત્ત્વોને શોષી લેવામાં મદદ કરે છે અને ઝેરી કચરાને બહાર કાઢે છે. તે પાચનમાં પણ સુધારો કરે છે. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે ગરમ પાણી પીવાથી થોડાક કિલો વજન ઓછું કરવામાં મદદ મળે છે. દરરોજ સવારે અથવા દિવસ દરમિયાન ગરમ અથવા નવશેકું પાણી પીવાથી વજન ઘટાડવાની પ્રક્રિયામાં મદદ મળી શકે છે.
 
વજન ઘટાડવા માટે હળવું ગરમ ​​પાણી કેમ ફાયદાકારક છે ?
 
પાણી પીવાથી, તમે ઓછું ખાશો
 
જ્યારે વાત આવે છે વજન વધવાની તો 
 
જ્યારે વજન વધારવાની વાત આવે છે, ત્યારે ઘણા લોકો કહે છે કે વધુ આહાર લેવાથી વજન વધે છે. જો તમને પણ એક સમયે વધુ ખોરાક લેવાની ટેવ હોય અને તમને વારંવાર ભૂખ લાગતી હોય, તો પાણી પીવું એ એક સારો વિકલ્પ બની શકે છે. જો તમે ખાતા પહેલા વધારે પાણી પીતા હોવ તો તમારી ભૂખ ઓછી થઈ જશે અને એક સમયે તમે વધુ ખાવાથી બચશો. જો તમે વજન ઓછું કરવા માંગતા હોય તો, તમે ખાતા પહેલા હળવું ગરમ ​​પાણી પી શકો છો. આ કરવાથી તમારુ જાડાપણું ઘટાડી શકાય છે. 
 
કુદરતી રીતે વજન ઘટાડો 
 
પાણીમાં કેલરી નથી હોતી, તેથી જ જો તમે એક દિવસમાં 8 થી 10 ગ્લાસ પાણી પીતા હોય તો તમને તેનાથી ફાયદો થાય છે. ગરમ પાણી શરીરમાંથી ચરબી ઘટાડે છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે. તે મેટાબોલિઝમ વધારે છે, જે ઝડપથી કેલરી ઘટાડે છે અને .ઉર્જા પણ વધારે છે. સોડા જેવા પીણા, ચા અને કોફી તમને હાઇડ્રેટેડ રાખે છે, પરંતુ તે પીવાથી તમારું વજન વધી શકે છે. વજન ઓછું થશે જ્યારે તમે સાદુ હળવુ પાણી પીશો.
 
ચરબી ઓછી થાય છે
 
શરીરમાં વધુ પડતી ચરબી હાનિકારક હોઈ શકે છે. જો તમે ઓછું પાણી પીતા હોય તો, તે કિડની અને યકૃતને અસર કરે છે.  કિડની શરીરમાંથી ઝેર દૂર કરે છે, તો યકૃત પણ ઘણા મહત્વપૂર્ણ કાર્યો કરે છે. તેથી જો શરીરને પૂરતું પાણી ન મળે તો, કિડની યોગ્ય રીતે કાર્ય કરી શકતી નથી. આ સ્થિતિમાં, શરીરમાંથી ઝેર દૂર કરવા માટે વધુ કામ કરવુ પડે છે. 
 
આ રીતે પીવો કુણુ પાણી 
 
- સવારે ખાલી પેટ પર હૂંફાળું અથવા નવશેકું પાણી પીવો.
- જ્યારે તમે કસરત કરો છો અથવા જીમમાં જાઓ છો, ત્યારે તે કરતા પહેલા એક બે ગ્લાસ ગરમ પાણી પીવો. 
- ત્રણેય વાર ખાતા પહેલાં નવશેકું પાણી પીવો, જેથી તમારી ભૂખ ઓછી થશે. 
- ભોજન પહેલાં અને પછી નવશેકું પાણી પીવો.
- રાત્રે સુવાના થોડા કલાકો પહેલાં નવશેકું પાણી પીવો.
 
આ વસ્તુઓ મિક્સ કરીને પણ પી શકો છો ગરમ પાણી 
 
એવા ઘણા લોકો છે જેમને વધારે પાણી પીવાનું મન થતું નથી અને ખૂબ ઓછા લોકો કુણુ પાણી પીવાનું પસંદ કરે છે. આ માટે, અમે તમને એવા ઉપાય  જણાવી રહ્યા છીએ, જે કુણા અથવા ગરમ પાણીમાં સ્વાદ ઉમેરી શકે છે અને વજન પણ ઘટાડે છે. આ વસ્તુઓને વજન ઓછું કરવા માટે ગરમ પાણીમાં મિક્સ કરો.
- ગરમ પાણીમાં લીંબુ અને મધ મિક્સ કરીને પીવો.
- જો ઇચ્છા હોય તો લીંબુ પણ મિક્સ કરીને પી શકાય છે.
- ગ્રીન ટી પીવી શ્રેષ્ઠ રહેશે.
- જીરાની ચા ચા પીવો.
- લીંબુની ચા પણ પી શકાય છે.
- અજમાની ચા પણ એક સારો વિકલ્પ છે.
- ફળો અને શાકભાજીમાંથી તૈયાર ડિટોક્સ પીણાં પીવો.
- શાકભાજીનો રસ અથવા સૂપ પણ પી શકો છો.