શનિવાર, 5 ઑક્ટોબર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 14 ઑક્ટોબર 2023 (09:37 IST)

IND vs PAK: શું ભારત-પાકિસ્તાનની મેચ વરસાદને કારણે ધોવાઈ જશે? જાણો કેવું છે અમદાવાદનું હવામાન

team india in motera
લાંબી રાહ જોવડાવ્યા બાદ એ ક્ષણ આવી ગઈ છે જ્યારે ભારત અને પાકિસ્તાનની ટીમો થોડાક કલાકોમાં સામસામે ટકરાશે. તમને જણાવી દઈએ કે આ મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (અમદાવાદ)માં રમાશે. બંને ટીમો આ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. આ મેચમાં કઈ ટીમ જીતશે તે કહી શકાય તેમ નથી, પરંતુ આંકડાઓની વાત કરીએ તો ભારતીય ટીમ હજુ સુધી ODI વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે હારી નથી. ભારતીય ટીમ આ રેકોર્ડ જાળવી રાખવા માંગશે. જો કે અમદાવાદના હવામાનને લઈને ઘણા ચાહકોના મનમાં પ્રશ્નો છે. ચાલો તેના વિશે જાણીએ.
 
અમદાવાદનું હવામાન હાલ સંપૂર્ણ સ્વચ્છ છે. એક્યુવેધર ના અહેવાલ મુજબ, અમદાવાદનું સૌથી વધુ તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી રહેશે. વરસાદની વાત કરીએ તો તેની શક્યતાઓ ઘણી ઓછી છે. અહીં વરસાદની 10 ટકા શક્યતા છે. જો કે, ત્યાંનું હવામાન અત્યારે એકદમ સ્વચ્છ છે. ચાહકો એવી પણ આશા રાખશે કે મેચમાં વરસાદનું એક ટીપું પણ ન પડે. તાજેતરમાં એશિયા કપ 2023માં ભારત-પાકિસ્તાનની મેચ વરસાદના કારણે ધોવાઈ ગઈ હતી.
 
ભારત અને પાકિસ્તાનની ટીમો વનડે વર્લ્ડ કપમાં અત્યાર સુધી 7 વખત ટકરાઈ છે. પાકિસ્તાનની ટીમ વનડે વર્લ્ડ કપમાં એક પણ વખત ભારતને હરાવી શકી નથી. 14મી ઓક્ટોબરે યોજાનારી મેચમાં પરિણામ કોના પક્ષમાં આવશે? તે જોવું રસપ્રદ રહેશે. બંને ટીમો વચ્ચે જોરદાર સ્પર્ધા જોવા મળી શકે છે. બંને ટીમના ખેલાડીઓ શાનદાર ફોર્મમાં છે. 
 
વર્લ્ડ કપ માટે ભારતની ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, શાર્દુલ ઠાકુર, જાસુલ બુમરાહ., મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ અને કુલદીપ યાદવ
 
વર્લ્ડ કપ માટે પાકિસ્તાનની ટીમઃ બાબર આઝમ (કેપ્ટન), શાદાબ ખાન (વાઈસ-કેપ્ટન), ફખર ઝમાન, ઈમામ ઉલ હક, અબ્દુલ્લા શફીક, મોહમ્મદ રિઝવાન, સલમાન આગા, સઈદ શકીલ, ઈફ્તિખાર અહેમદ, મોહમ્મદ નવાઝ, સલમાન મીર, હરિસ રઉફ., મોહમ્મદ વસીમ જુનિયર, હસન અલી અને શાહીન આફ્રિદી