1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 24 જૂન 2017 (13:06 IST)

World Biggest Quran - ક્રિકેટર પઠાણબંધુઓના કાકા 75 ઇંચ લાંબા અને 41 ઇંચ પહોળા કુર્આનની સાચવણી કરે છે

ગુજરાતમાં અવનવી વાતો હંમેશા ચર્ચામાં રહેતી હોય છે ત્યારે ગુજરાતમાં સૌથી મોટું કુર્આન હોવાની બાબત પણ હવે પ્રકાશમાં આવી છે. વડોદરા શહેરના માંડવી વિસ્તારમાં સ્થિત ઐતિહાસિક જુમ્મા મસ્જિદમાં 250 વર્ષ કરતાં પણ જુના કુર્આન એ શરીફને સાચવી રાખવામાં આવ્યું છે. ઈરાકથી આવેલા મોહંમદ ગોસ નામના જાણીતા સંતે વડોદરા આવ્યા બાદ 17 વર્ષની ઊંમરે કુર્આન-એ-શરીફ લખવાની શરૂઆત કરી હતી અને હિજરી 1206માં 80 વર્ષની ઊંમરે લખવાનું પૂરું કર્યું હતું.

આ કુર્આન-એ-શરીફની લંબાઇ 75 ઇંચ અને પહોળાઇ 41 ઇંચ છે. જુમ્મા મસ્જિદના શાહી મોઅઝીન પઠાણ અબ્દુલ મજીદખાન શેર જમાનખાને દાવો કર્યો હતો કે, આ કુર્અાન-એ-શરીફ દુનિયાનું સૌથી મોટું પવિત્ર કુર્આન-એ-શરીફ છે. જે હાથથી લખાયેલું છે. તેને મસ્જિદના પ્રથમ માળે સાચવવામાં આવ્યું છે. દર વર્ષે આ કુર્અાન શબ-એ-બરાતના દિવસે લોકો માટે દર્શનાર્થે મૂકવામાં આવે છે.  ક્રિકેટર ઇરફાન પઠાણ અને યુસુફ પઠાણ આ મસ્જિદના પ્રાંગણમાં રમીને મોટા થયા છે. એક સમયે આ ઐતિહાસિક કુર્આનની સાચવણી પઠાણબંધુઓના પિતા મહમૂદ ખાન કરતા હતા. આજે તેની સાચવણીની જવાબદારી પઠાણબંધુઓના કાકા મજીદખાન પાસે છે.