બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: શનિવાર, 12 ફેબ્રુઆરી 2022 (11:11 IST)

21 સદીમાં પણ પ્રેમલગ્ન કરતાં કપલને મળી ‘તાલિબાની’સજા, યુગલ માટે જીવનનિર્વાહ બન્યું મુશ્કેલ

આજે જમાનો ક્યાંથી ક્યાં પહોંચી ગયો છે. પરંતુ હજુપણ ગામડાંઓ જૂની માનસિકતાને વળગી રહ્યા છે. આવો એક કિસ્સો ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લામાં જોવા મળ્યો છે. મહેસાણા જિલ્લાના નાનકડા ગામ એવા પુદગામ ગણેશપુરા ગામમાં યુવક-યુવતી દ્વારા પ્રેમલગ્ન કરી લેતા તેમના માટે જીવન નિર્વાહ કરવો મુશ્કેલ બની ગયો છે પ્રેમ લગ્ન કરનાર યુવતી અને યુવકનો ગ્રામજનો એ તમામ સ્તરે વિરોધ કરતા પ્રેમી યુગલ માટે ગામમાં રહેવું મુશ્કેલ બની ગયું છે.
 
પુદગામ ગણેશપુરાના ગ્રામજનો એ પ્રેમી યુગલનો બહિષ્કાર કરવામાં આવ્યો છે અને તેના કારણે જીવન જરૂરી ચીજ વસ્તુઓ આપવા ઉપર ગ્રામજનો એ અલગ અલગ જ્ઞાતિના હોવાથી રોક લગાવી પ્રતિબંધ મૂકી દીધો છે. આથી પ્રેમલગ્ન કરનાર યુવક અને યુવતી એ જિલ્લા કલેક્ટ સહિત પોલીસ અધિક્ષક ને રજૂઆત કરવામાં આવી છે આપી બહિષ્કાર સામે ન્યાયની માંગણી કરી છે.
 
બનાવની વિગતો એવી છે કે મહેસાણા તાલુકાના ગણેશપુરા પુદ ગામના મયૂરી તથા વિશ્વાસ બંને જણાંએ 21-6-21 ના રોજ પ્રેમ લગ્ન કર્યા હતા અને લગ્ન બાદ બંનેએ પતિ-પત્ની ની તરીકે ગામમાં રહેતા હતા પરતુ આ આંતરજ્ઞાતિય લગ્ન કરનાર યુવક યુવતી અને પરિવાર જનોનો ગ્રામજનો દ્વારા બહિષ્કાર કરવામાં આવ્યો છે.
 
હાલમાં આ લોકોને ધર વખરી સહિત જીવન જરૂરિયાત ની વસ્તુ લેવા માટે ગામથી 15 કિલોમીટર વિસનગર જવું પડે છે તો બીજી બાજુ કોઈ ખરાબ બનાવ ના બને તે માટે ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
 
પ્રેમ લગ્નની આવી ‘તાલિબાની’ સજાનો કિસ્સો 1`મી સદીમાં કેટલો યોગ્ય છે અને બંધારણીય કાયદાકીય રીતે આ પ્રકારના પ્રતિબંધોને તંત્ર કેવી રીતે ચલાવી શકે તે મોટો સવાલ સર્જાયો છે. જોકે, ગામમાં પોલીસનો પહેરો તો છે પરંતુ તેનાથી પીડિત પરિવારની સમસ્યાનું સમાધાન આવી રહ્યુ નથી. પીડિત પરિવારને ગામમાં અનાજ-કરિયાણું, દૂધ-શાકભાજી મળતા નથી.