ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી , સોમવાર, 8 જાન્યુઆરી 2018 (10:27 IST)

દિલ્હીમાં મોટા આતંકી હુમલાનુ ષડયંત્ર નિષ્ફળ. એક શંકાસ્પદની ધરપકડ 2 ફરાર

. સુરક્ષા એજંસીઓની સતર્કતાથી ગણતંત્ર દિવસ પર દિલ્હીમાં હુમલો કરવાનુ ષડયંત્ર નિષ્ફળ થયુ. કેન્દ્રીય ગુપ્ત એજંસીઓના ઈનપુટ પર જીઆરપીએ મથુરાની પાસે ભોપાલ શતાબ્દીમાંથી શંકાસ્પદ કાશ્મીરી આતંકીઓને પકડી પાડ્યા. ધરપકડ શંકાસ્પદ આતંકીઓની પૂછપરછમાં પોતાના બે મિત્રોને દિલ્હીમાં છિપાયેલા હોવા અને આતંકી પ્લાનિંગની માહિતી પણ આપી. 
 
મથુરાથી પકડાયેલા શંકાસ્પદના બે સાથીઓ દિલ્હીમાં છુપાયેલા હોવાની પણ ખબર છે. તપાસ એજન્સીઓ હવે બંને શંકાસ્પદોની શોધખોળ કરી રહી છે. ભોપાલ શતાબ્દી એક્સપ્રેસમાં મુસાફરી કરી રહેલા શખ્સને મથુરાની રેલવે પોલીસે મુથરા સ્ટેશન પર ઉતરતી વખતે અરેસ્ટ કર્યો હતો.
 
ઉલ્લેખનીય છે કે, 26મી જાન્યુઆરીને લઇ સુરક્ષા એજન્સીઓને ચેતવણી આપ્યા બાદ રવિવારે ગૃહ મત્રાલય એ કેટલાંય રાજ્યોની પોલીસને સાવધાન રહેવાનું કહ્યું હતું. આની પહેલાં પણ આ સંદર્ભમાં મંત્રાલયે રાજ્યોને થોડાંક દિવસ પહેલાં જ ચેતવણી આપી હતી. મિનિસ્ટ્રીએ ડ્રોન અને હવાઇ હુમલાથી થનાર ખતરાને લઇ એલર્ટ કરા દિલ્હી સહિત પંજાબ, હરિયાણા, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ, રાજસ્થાન, હિમાચલ પ્રદેશની પોલીસ પ્રમુખ અને ચીફ સેક્રેટરીને આ અંગે પત્ર લખ્યો છે. એલર્ટમાં કહ્યું છે કે ડ્રોન અને હવાઇ હુમલા દ્વારા 26 જાન્યુઆરીના રોજ ખતરો વધી શકે છે. તમામ રાજ્યોની પોલીસને કહ્યું છે કે જ્યાં-જ્યાં પણ નાના એરોપ્લેન ઉતરવાની જગ્યા છે ત્યાં સુરક્ષા પણ વધારવામાં આવે અને તેની સમીક્ષા પણ કરાય.