રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. આઈટી
Written By
Last Modified: ગુરુવાર, 2 મે 2019 (11:54 IST)

હવે વ્હાટસએપથી પણ કરી શકશો ખરીદારી, આવી રહ્યું છે શૉપિંગનો ફીચર

ફેસબુકએ સોમવારે તેમના વાર્ષિક ડેવલપર્સ કાંફ્રેંસ F8 માં ઘણા એવી જાહેરાત કરી છે. આ વર્ષનો કાંફ્રેંસ પૂરી રીતે પ્રાઈવેસી અને સિક્યોરિટી પર ફોક્સ રહ્યું. આ કાંફ્રેંસના મુખ્ય જાહેરાતની વાત કરીએ તો ફેસબુકના સીઈઓ માર્ક જુકરબર્ગ જલ્દી જ તેમના વ્હાટસએપ યૂજર્સને ખરીદારીનો અવસર આપશે. બીજી શબ્દોમાં કહીએ તો જલ્દી જ તમે તમારા વ્હાટસએપ એપથી ખરીદી કરી શકશો. 
 
વ્હાટસએપનો આ ફીચર વ્હાટસએપના બિજનેસ અકાઉંટસ વાળા માટે કોઈ ગિફ્ટથી ઓછું નહી હશે. કારણકે અત્યારે સુધી તો બધી કંપનીઓ વ્હાટ્સએપ પર લોકોને જાણકારી પહોંચા રહી છે. પણ જલ્દી જ તે તેમના ગ્રાહકોને સામાન વેચી શકશે. તેના માટે તેને તેમના ગ્રાહકોને તેમની વેબસાઈટ પર લઈ જવાની જરૂરત નહી પડશે. 
 
નવા અપડેટ પછી વ્હાટસએપના બિજનેસ એપમાં જ પ્રોડક્ટસને ઠીક રીતે લિસ્ટ કરાશે જે રીતે તમે કોઈ બીજા ઈ-કામર્સ વેબસાઈટના એપમાં જુઓ છો. તેથી તમે ચેટિંગ કરતા-કરતા ખરીદી કરી શકશો. પણ વ્હાટસએપમાં આ ફીચર માટે તમને વર્ષ 2019ના અંત સુધી રાહ જોવું પડશે. એવી આશા કરાઈ રહી છે કે શૉપિંગ ફીચર લાંચ કરવાની સાથે જ કંપની વ્હાટસએપ પેમેંટ ફીચરને પણ અપડેટ ચાલૂ કરશે. 
 
આ ઈવેંટમાં ફેસબુક ના ફેસબુક અને મેસેંજરને રી ડિજાઈન કરવાની જાહેરાત કરી છે. સાથે જ કંપનીએ ફોટા શેયરિંગ એપ ઈંસ્ટાગ્રામના કેમરામાં પણ ઘણા ફેરફાર કર્યા છે.