સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. આઈટી
Written By
Last Modified: સોમવાર, 29 એપ્રિલ 2019 (12:36 IST)

1 મેથી વગર આધાર મળી શકશે મોબાઈલ સિમ, કંપનીઓએ તૈયાર કર્યું ડિજિટલ KYC

1 મે થી તમને નવી સુવિધા મળી રહી છે. હવે તમને મોબાઈલ સિમ કાર્ડ ખરીદવા માટે આધાર કાર્ડની જરૂરત નહી પડશે. સુપ્રીમ કોર્ટના દિશા-નિર્દેશ પછી દૂર સંચાર કંપનીઓએ ડિજિટલ કેવાઈ સી સિસ્ટમ તૈયાર કર્યું છે. આ સિસ્ટમ અત્યારે પરીક્ષણ સમયમાં છે. ખબરો મુજબ તેને 1 મેથી લાગૂ કરી શકાય છે. 
 
આ સિસ્ટમથી નવા સિમકાર્ડ ખરીદયા ગ્રાહકનો ડિજિટલ વેરિફિકેશન કરી નંબર 1 થી 2 કલાકની અંદર જ ચાલૂ કરાશે. દૂર સંચાર વિભાગની ગાઈડલાઈનના આધારે એક ડિજીટલ એપ તૈયાર કરાશે. નવા દિશા નિર્દેશ મુજબ એપથી નવુ સિમકાર્ડ આપવાથી પહેલા ગ્રાહકોને ડિજિટલ વેરિફિકેશન કરવું પડશે. 
 
એપથી નવા સિમકાર્ડ ખરીદતા ગ્રાહકનો વેરિફિકેશન કરવું પડશે. બધી કંપનીઓને એપ લાઈસેંસ વાળું વર્જન તેમના સ્ટોર કે પંકીકૃત દુકાનદારને આપવું પડશે. આ એપ યૂજર નેમ અને પાસવર્ડની સાથે ચાલશે જેથી આ ખબર પડતું રહે કે ક્યારે ક્યારે એપથી કેટલા વેરિફિકેશન કરી નવું નંબત વેચી અને તેને એક્ટિવેટ કરાય છે. 
 
પાછલા વર્ષ સેપ્ટેમબરમાં સુપ્રીમ કોર્ટએ ફેસલા સંભળાવતા કહ્યુ હતું કે બેંક અકાઉંટ અને સિમકાર્ડ માટે આધારની જરૂરત નથી પન પેન કાર્ડ ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલિંગ અને સબસિડી અને બીજા સરકાર યોજનાઓ માટે આધાર અનિવાર્ય છે.