ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 17 ઑક્ટોબર 2019 (16:23 IST)

લોકો જેને શૈતાનની દીકરી કહેતા હતા એ મૂંગી મહિલાને 25 વર્ષે અવાજ પાછો મળ્યો

તમે સંપૂર્ણ રીતે સામાન્ય હોવ અને એક દિવસ અચાનક તમારો અવાજ બંધ થઈ જાય તો શું થાય? તમે બોલવાનો પ્રયાસ કરો પરંતુ તમારા ગળામાંથી અવાજ જ ન નીકળે અને પછી વર્ષો પછી એક ચમત્કારની જેમ તમારો અવાજ પાછો આવી જાય.
મૅરી મૅકાર્ડી સાથે આવું જ થયું છે. તેઓ એક વાર બીમાર પડ્યાં પછી તેમનો અવાજ નહોતો નીકળી શકતો અને પછી 12 વર્ષ સુધી એક મૂંગી છોકરીની જેમ જિંદગી જીવીને એક દિવસ અચાનક તેમનો અવાજ પાછો મળી ગયો.
વાત 1970ની છે. બ્રિટનમાં જન્મેલાં મૅરી મૅકાર્ડીની ઉંમર ત્યારે 12 વર્ષની હતી, જ્યારે તેઓ તેમનાં માતાપિતા સાથે ઑસ્ટ્રેલિયા ગયાં હતાં.
ફેબ્રુઆરી 1970માં લંડનનું ઠંડું હવામાન છોડીને મૅરીએ ઑસ્ટ્રેલિયામાં પગ મૂક્યો.
મૅરી ધીમેધીમે ઑસ્ટ્રેલિયાની ભાષા શીખવાં લાગ્યાં અને પોતાની નવી જિંદગી શરૂ કરવા લાગ્યાં. પરંતુ એક મહિના પછી તેમના જીવનમાં બધું બદલાઈ ગયું.
બીમારી બાદ સ્વાસ્થ્ય સુધર્યું પણ અવાજ જતો રહ્યો.
મૅરીએ બીબીસીને જણાવ્યું, "એક દિવસ સવારે ઊઠી ત્યારે મને શરદી-ખાંસી હતી. એક-બે દિવસમાં મને ખબર પડી કે મને બ્રોન્કાઇટિસ છે."
"એક અઠવાડિયા સુધી ગળું ખરાબ રહ્યું અને બહુ તાવ પણ હતો. બાદમાં તાવ ઊતર્યો, ફેફસાંનું ઇન્ફેક્શન દૂર થયું અને મારી તબિયત સુધરી. પરંતુ અંદાજે છ અઠવાડિયાં પછી પણ ગળામાંથી અવાજ ન નીકળ્યો."
મૅરીને અંદાજ નહોતો કે તેમની સાથે શું થઈ રહ્યું હતું.
 
તેમને લાગ્યું કે ગમે ત્યારે તેઓ ફરીથી પહેલાંની જેમ બોલવા લાગશે. પણ એવું ન થયું અને મૅરીએ ધીમેધીમે એવું માની લીધું કે હવે તેઓ ક્યારેય બોલી નહીં શકે.
મૅરી કહે છે, "પહેલાં તો હું ઘણી પરેશાન થઈ ગઈ. પણ પછી મેં હિંમતથી કામ લીધું. મને ખબર નહોતી કે હું શું કરીશ."
મૅરી માત્ર બોલી શકતાં નહોતાં એટલું જ નહીં, પણ તેઓ કોઈ પણ પ્રકારનો અવાજ પણ કાઢી શકતાં નહોતાં.
ખાંસી ખાતાં ત્યારે પણ અવાજ નહોતો આવતો અને હસતાં ત્યારે પણ કોઈ અવાજ નહોતો નીકળતો.
મૅરી કહે છે કે ડૉક્ટરોની તપાસમાં પણ કોઈ કારણ સામે ન આવ્યું.
તેણી કહે છે, "પહેલાં લાગ્યું કે મને લૈરિન્ઝાઇટિસ છે. પછી ખબર પડી કે આ હિસ્ટેરિકલ મ્યુટિઝ્મ છે."
1990ના દાયકામાં વપરાશમાં આવેલા આ શબ્દ હિસ્ટેરિકલ મ્યુટિઝ્મનો અર્થ છે એવો છે કે શરીરમાં બધું સામાન્ય રહેતું હોય છે, પરંતુ ગળાતંત્રમાં કંઈક ગરબડ થાય છે. ઘણી વાર ડૉક્ટર માને છે કે વ્યક્તિ જાણીજોઈને વાત નથી કરી રહી.
મૅરી કહે છે, "ન તો હું જિદ્દી હતી કે ન તો ચૂપ રહેવા માગતી હતી. હું કોઈને કશું કહી શકતી નહોતી. ફોન પર વાત કરવું અશક્ય થઈ ગયું હતું અને મુશ્કેલીમાં ફસાઈ તો બૂમ પણ પાડી શકતી નહોતી."
તેણી કહે છે કે એક વાર તે મિત્રો સાથે પર્વત પરથી નીચે આવતાં વચ્ચે ફસાઈ ગઈ હતી, પરંતુ કોઈને મદદ માટે બોલાવી ન શકી. ધીમેધીમે તેણે શીખ્યું કે તેણે સાવધ રહેવું પડશે.
 
'શેતાનની પુત્રી'
એક વાર સ્કૂલમાં ટીચરે મૅરીને ગાયકવૃંદમાં સામેલ કર્યાં. બધાં બાળકોએ આ વૃંદમાં સામેલ થવું ફરજિયાત હતું, પરંતુ મૅરી માટે આ કોઈ પીડાથી કમ નહોતું.
તેણી કહે છે કે સ્કૂલમાં ઘણાને તેમની મુશ્કેલીઓનો અંદાજ નહોતો.
મૅરી કહે છે, "ઘણા લોકો મારી મજાક ઉડાવતા હતા, પરંતુ તમે સંજોગથી લડતા શીખી જાવ છો."
"હું હંમેશાં એક નોટબુક અને પેન સાથે રાખી હતી અને લખીને પોતાની વાત અન્ય સુધી પહોંચાડતી હતી. મારી કેટલીક બહેનપણીઓ લિપ રીડિંગ કરી લે છે, પરંતુ મારા માટે વાત કરવું બહુ મુશ્કેલ હતું."
"ન તો હું રોઈ શકતી હતી કે ન કોઈ વાત પર ગુસ્સો વ્યક્ત કરી શકતી હતી. હું જાત પર ગુસ્સે થતી અને જાતને દોષ દેવા લાગી."
"હું એક કૅથલિક નન પાસે પણ ગઈ હતી. તેમણે કહ્યું કે હું સંપૂર્ણ સ્વસ્થ છું અને કંઈ એવું જણાતું નથી કે જે મને વાત કરવાથી રોકી શકે. તેમણે કહ્યું કે ઇશ્વરે મારો અવાજ છીનવીને મને સજા આપી છે."
મૅરી કહે છે કે નને સ્થાનિક પાદરી સાથે વાત કરીને મારા માટે પ્રાર્થના કરવા માટે કહ્યું. તેમજ મને કહ્યું કે હું ઇશ્વર સામે મારાં પાપનો સ્વીકાર કરીને તેમની માફી માગું.
 
તેણી કહે છે, "પરંતુ મેં એવું કરવાનો ઇન્કાર કરી દીધો, કેમ કે મને ખબર પડી કે મેં કોઈ પાપ કર્યું નથી."
"આપણે જે દુનિયામાં રહીએ છીએ ત્યાં એવું માનવામાં આવે છે કે પાદરી, નન અને ડૉક્ટરની વાત ક્યારેય ખોટી હોતી નથી. આથી તેમના પર શક કરવો મુશ્કેલ હતો. હું જાતને સવાલ કરવા લાગી."
"લોકો મારા પર હસતા અને મારી મજાક ઉડાવતા. કેટલાક મને શેતાનની પુત્રી કહેતા હતા. ક્યારેક-ક્યારેક આવું સાંભળીને બહુ દુઃખ લાગતું હતું."
મૅરી કહે છે કે પોતાનાં પાપનો અસ્વીકાર કરવાને કારણે તેમને ચર્ચમાં આવતાં રોકવામાં આવ્યાં. જ્યારે તેમના મિત્રો ચર્ચમાં જઈને પ્રાર્થના કરતાં ત્યારે તેઓ બહાર બેસીને જાત વિશે વિચારતાં.
તેણી કહે છે, "મને લાગતું હતું કે બધા લોકો સાચું કહી રહ્યા છે કે પ્રભુ ઈસુ મને જોવા માગતા નથી અને મારા પર શેતાનનો પછડાયો છે. મને લાગતું હું ઈસાઈ જ નથી. તમે જ્યારે કાચી ઉંમરના હોવ ત્યારે ઘણું બધું વિચારતાં રહો છો."
મૅરી કહે છે કે સ્કૂલ જ નહીં પરંતુ પડોશીઓને પણ લાગતું હતું કે તેમના પર શેતાનનો પછડાયો છે.
 
મૅરી માનસિક રોગીઓના દવાખાને પહોંચી ગયાં
અવાજ ગાયબ થઈ ગયાના બે વર્ષ બાદ મૅરી એકલાં થઈ ગયાં અને પરેશાન રહેવાં લાગ્યાં.
14 વર્ષની ઉંમરે તેમણે આત્મહત્યા કરવાની કોશિશ કરી અને તેમને હૉસ્પિટલ લઈ જવામાં આવ્યાં.
હૉસ્પિટલના અનુભવ વિશે મૅરી કહે છે કે "એ એક ખરાબ સપનું વાસ્તવિકત બને તેવું હતું. ત્યાં ડ્રગ્ઝ લેનારા લોકો હતા, માનસિક રોગથી પીડાતા અને હિંસાનો શિકાર બનેલા લોકો પણ હતા, એ બધાંમાં હું તેમાં સૌથી નાની હતી."
"ત્યાં કેટલાંક લોકોને ઇલેક્ટ્રિક શૉક આપવામાં આવતો, જેમની ચીસેથી તમે હચમચી જાઓ. એ એક ટૉર્ચર ચૅમ્બર હતી."
મૅરી પોતાની સ્થિતિ માટે પોતાના માત-પિતાને પણ જવાબદાર માનવા લાગ્યા હતા. એક દિવસ તેઓ ઇસ્પિતાલથી ભાગીને પોતાની મિત્રના ઘેર પહોંચ્યા અને ત્યાંથી પોતાને ઘરે પહોંચી ગયા. પરંતુ માતા-પિતા સાથે તેમના સંબંધો ખરાબ થઈ ચૂક્યાં હતાં અને તેઓ કોઈ પર વિશ્વાસ કરી શકતાં નહોતાં.