શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Updated : શનિવાર, 5 મે 2018 (13:37 IST)

જાપાનમાં બસ ડ્રાઈવરોએ અપનાવી હડતાલની અનોખી રીત

જો દેશમાં બસ ડ્રાઈવર કે ઑટો ડ્રાઈવર સરકારથી નાખુશ હોય તો તેઓ હડતાલ શરૂ કરી દે છે. આવામાં સૌથી વધુ પરેશાની સામાન્ય જનતાને થાય છે. જે પોતાના રોજબરોજના કામ માટે તેના પર નિર્ભર રહે છે.  હડતાલમાં બસ અને ઓટો સર્વિસ બંધ કરી દેવામાં આવે છે. પણ જાપાનમાં એક અનોખી રીતે હડતાલ કરી વિરોધ બતાવાય રહ્યો છે. અહીની પબ્લિક ટ્રાંસપોર્ટ સેક્ટરની મોટી કંપની રયોબી બસ સર્વિસએ હડતાલ શરૂ કરી દીધી છે. આ સ્ટ્રાઈકનુ નામ ફ્રી રાઈટ સ્ટ્રાઈક રાખવામાં આવ્યુ છે. 

આ સ્ટાઈક હેઠળ બસને રોકવામાં નથી આવી રહી પણ લોકોને ફ્રીમાં મુસાફરી કરાવવામાં આવી રહે છે. જે પણ પેસેંજર યાત્રા કરી રહ્યા છે તેમની પાસેથી પૈસા નથી લેવામાં આવી રહ્યા. જાપાનના આ બસ ડ્રાઈવર્સનુ કહેવુ છે કે બસ દ્વારા મોટાભાગના લોકો રોજ અવર-જવર માટે નિર્ભર રહે છે.  તેમને કોઈપણ પ્રકારની અસુવિદ્યા ન થાય તેથી તેમને નક્કી કર્યુ છે કે તેઓ બસ ચાલુ રાખશે પણ પૈસા નહી લે.. તેનાથી સરકારને જ નુકશાન થશે..  
 
ડ્રાઈવરોનુ કહેવુ છે કે આ એક જુદા પ્રકારની હડતાલ છે. મેનેજમેંટ વિશે તેમનુ કહેવુ છે કે તેમને કોઈ ફરક નથી પડતો. મેનેજમેંટ એવુ પણ કહી શકે છે. ડ્રાઈવરોને ફક્ત પોતાની ચિંતા છે ન કે સામાન્ય જનતાની. તેથી લોકો પાસેથી પૈસા ન લેવાનો નિર્ણય કર્યો છે. કંપનીની સ્ટ્રાઈક પાછળનુ કારન છે મેગુરિન બસ સર્વિસ. જેને સરકારે એક મહિના પહેલા જ રયોબી બસ સર્વિસના રૂટ પર બસ ચલાવવનુ લાયસંસ આપ્યુ છે.  રયોબીએ માંગ કરી હતી પણ તેનો રૂટ બદલવામાં આવે પણ સરકારે તેમનુ સાંભળ્યુ નહી.