જાપાની પ્રોફેસરનું તારણ - ગુજરાતમાં નાના-મધ્યમ ઉદ્યોગ ક્ષેત્રે પટેલ અને શાહ અટકધારી મોખરે

gujarat business
Last Modified બુધવાર, 21 માર્ચ 2018 (14:29 IST)

ગુજરાત ખાસ કરીને સૌરાષ્ટ્ર-સુક્ષ્મ નાના ઉદ્યોગોનું મથક છે અને હજારોની સંખ્યામાં નાના એકમો દેશ વિદેશના મોટા ઉદ્યોગોની અનેકવિધ પ્રોડકટની જરૂરીયાત સંતોષી રહ્યા છે જયારે આ નાના ઉદ્યોગોમાં ‘શાહ’ અને ‘પટેલ’ અટકધારીઓનો દબદબો છે. આ રસપ્રદ તારણ જાપાનની ડેઈટો બુંકા યુનિવર્સીટીના અર્થશાસ્ત્ર વિભાગના પ્રોફેસર તકાશી શિનોડાએ અભ્યાસના આધારે જાહેર કર્યું છે.ગુજરાતના સુક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગોનું કદ 90,000 કરોડનું હોવાનો અંદાજ છે.જાપાની યુનિવર્સીટીના પ્રોફેસરના અભ્યાસમાં એવુ પણ તારણ દર્શાવવામાં આવ્યુ છે કે પાટીદારો અને વાણીયા સિવાય ઓબીસી એસટી તથા બ્રાહ્મણોએ પણ નાના ઉદ્યોગ ક્ષેત્રે સારો એવો પગપેસારો કર્યો છે.જાપાની પ્રોફેસર શિનોડા દ્વારા 2006 થી 2015 માં ગુજરાત સરકારમાં નોંધાયેલા સુક્ષ્મ, નાના અને મધ્યમ એકમોનાં 3.5 લાખ માલિકોનો ડેટા એકત્રીત કર્યો હતો અને તેનું અવલોકન કર્યું હતુ. જ્ઞાતિ અને ઉદ્યોગ સાહસીકતા વચ્ચેના સંબંધ સહીતના કેટલાંક મુદ્દાઓ પર તેમના દ્વારા અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. છેલ્લા ત્રણ દાયકાથી ગુજરાતના અર્થતંત્રનો અભ્યાસ કરતા શિનોડએ અવલોકન માટે ઉદ્યોગ માલિકોની ચોકકસ અટકને આધાર બનાવ્યો હતો. તેઓએ રીપોર્ટમાં એવુ રસપ્રદ તારણ દર્શાવ્યું હતું કે ગુજરાતમાં 30 ટકા નાના-મધ્યમ એકમો પર પાટીદાર-વાણીયા કોમ-સમાજનું પ્રભુત્વ છે. 90,000 કરોડનુ કદ ધરાવતા આ ક્ષેત્રમાં નાણાંકીય રીતે આ હિસ્સો 16 ટકા થવા જાય છે. આ 9 વર્ષનાં અભ્યાસનાં ગાળા દરમ્યાન બ્રાહ્મણ, ક્ષત્રિય, મુસ્લીમ, આદિવાસી તથા ઓબીસી સમાજનાં ઉદ્યોગ માલીકોની સંખ્યામાં પણ નોંધપાત્ર વૃધ્ધિ થઈ છે.તેઓએ રીપોર્ટમાં એવુ સ્પષ્ટ કર્યું છે કે પાટીદાર અને વાણીયા (જૈન) સિવાયની કોમ-સમાજોનાં ઉદ્યોગ એકમો મોટાભાગે સુક્ષ્મ ક્ષેત્રમાં છે.જેમાં મોટી મૂડીની આવશ્યકતા હોતી નથી. સુક્ષ્મ-નાના અને મધ્યમ ઉદ્યોગોમાં સરેરાશ રોકાણ રૂા.26 લાખ થવા જાય છે સૌથી વધુ 32.6 લાખ પાટીદારોનું છે.જયારે વાણીયા (જૈન)નું બીજા ક્રમે 31.9 લાખ છે. ઉચ્ચ વર્ગનાં ઉદ્યોગ સાહસીકોનું રોકાણ પણ આટલુ જ થતુ હોય છે. આદિવાસીઓનું સરેરાશ રોકાણ રૂા.2.7 લાખ કરે છે


આ પણ વાંચો :