Bikini પહેરીને આવો અને મફતમાં પેટ્રોલ મેળવો, Offer જાણીને તૂટી પડ્યા લોકો
લોકો પોતાના પ્રોડક્ટ માટે અવાર નવાર નવી ઓફર લઈને આવે છે. આવા જ હાલ રૂસમાં જોવા મળ્યા. જ્યા એક પેટ્રોલ પંપે મફતમાં પેટ્રોલ આપવા માટે એક વિચિત્ર જેવી શરત મુકી દીધી. પેટ્રોલ પંપ માલિકે ગ્રાહકોને ફ્રી પેટ્રોલ આપવાની ઓફર આપી છે. જો કે ગ્રાહકોએ આ માટે બિકિનીમાં પેટ્રોલ પંપ પર આવવુ પડશે.
આ મોંઘવારીના જમાનામાં જો કોઈ બોલે કે મફતમાં પેટ્રોલ મળી રહ્યુ છે તો આ ખૂબ જ ચોંકાવનારી વાત રહેશે. આવામાં આ ઓફર પછી જ્યા લોકોની લાંબી લાઈન લાગી ગઈ તો બીજી બાજુ તેમની તસ્વીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.
પેટ્રોલ પંપ દ્વારા સાથે જ એવુ પણ કહેવામાં આવ્યુ છે કે મહિલા બધાને મફતમાં પેટ્રોલ લેવા માટે બિકિનીમા આવવુ પડશે. પેટ્રોલ પંપની આ ઓફર પછી ત્યાનો નજારો જોવા લાયક હતો. આશ્ચર્ય તો ત્યારે થયુ જ્યારે પુરૂષ પણ કલરફુલ બિકિની સાથે પેટ્રોલ પંપ પર જોવા મળ્યા.