મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 9 નવેમ્બર 2018 (10:10 IST)

છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી - પીએમ મોદી અને રાહુલ ગાધી આજે રોડ શૉ કરશે

છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવવા કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી કમર કરી ચૂકી છે. મતદારોને લોભાવવા માટે બન્ને પક્ષો મોટા માથાઓને મેદાનમાં ઉતારવા લાગ્યા છે. આજે અહીં રાજકારણનો સુપર શૉ દેખાશે. મોદી અને રાહુલ બન્ને એકબીજાના ગઢમાં ગાબડા પાડવા રોડ શૉ કરી રહ્યાં છે.
 
દેશમાં ભલે પ્રચાર અલગ અલગ જગ્યાએ થાય પણ નિશાન તો બંનેનું એક જ હશે. વડાપ્રધાન મોદી જગદલપુરના લાલબાગ મેદાનમાં જનસભાને સંબોધિત કરશે અને ભાજપ માટે મત માંગશે, જ્યારે રાહુલ ગાંધી કાંકેર અને રાઝનાંદગામમાં સભાને સંબોધશે. આજે પ્રદેશમાં રાજકીય ગરમાવો પકડશે.
 
ઉલ્લેખનીય છે કે  પ્રદેશમાં મતદાન માટે હવે ફક્ત 3 દિવસ જ બાકી છે, તેથી તમામ પાર્ટીઓ અને દિગ્ગજો પાર્ટીની જીત માટે તમામ પ્રયાસો કરી રહ્યા છે. પ્રથમ તબક્કામાં બસ્તરની 12 અને રાઝનાંદગામની 6 વિધાનસભા બેઠકો પર મતદાન થવાનું છે. બીજા તબક્કાનું મતદાન 20 નવેમ્બરે થશે. જ્યારે પરિણામ 11 ડિસેમ્બરે જાહેર થશે.