રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. રોમાંસ
  3. વેલેન્ટાઈન ડે
Written By
Last Updated : મંગળવાર, 7 ફેબ્રુઆરી 2023 (07:37 IST)

7 February Rose Day -આજે દરેક રાશિ માટે ખીલશે ગુલાબ, રાશિ મુજબ પાર્ટનરને ગુલાબ આપીને કરો પ્રેમનો એકરાર

rose day
પ્રેમ એ દરેકની એક અલગ જ ભાવના છે. પ્રેમનો અહેસાસ ખૂબ સુખદ અહેસાસ છે. પ્રેમના પર્વના રૂપમાં જ વેલેન્ટાઈન ડે ઉજવાય છે. પ્રેમનો તહેવાર 14 ફેબ્રુઆરીના રોજ ઉજવાય છે.   જો કે પ્રેમનો આ તહેવાર જરૂરી નથી કે ફક્ત પ્રેમીઓ વચ્ચે જ ઉજવાય પણ તમે જેને પણ પસંદ કરતા હોય જેમ કે માતા-પિતા, ભાઈ-બહેન, મિત્ર કોઈની પણ સાથે ઉજવી શકો છો.  વેલેન્ટાઈન ડે  સાથે આ આખો સપ્તાહ વેલેન્ટાઈન વીક શરૂ થાય છે તો ચાલો આજે અમે તમને બતાવી રહ્યા છે કે રાશિ મુજબ તમે આ દિવસે કેવુ ગુલાબ આપીને તમારા પ્રેમી કે પ્રેમિકાને સામે એકરાર કરી શકો છો. 

 
કોઈપણ વ્યક્તિ માટે તમે તમારી ભાવનાઓનો એકરાર કરવા માંગો છો  તેને માટે  ગુલાબના ફુલથી સારુ કશુ નથી. તેથી રોઝ ડે ના દિવસે બધા પ્રેમી પોતાના પ્રેમનો એકરાર ગુલાબનું ફુલ આપીને કરવા માંગે છે. ગુલાબ અનેક રંગના હોય છે અને રંગોના મુજબ તેનો મતલબ પણ જુદો-જુદો હોય છે. 
 
મેષ અને વૃશ્ચિક રાશિ 
 
ગુલાબમા એકદમ લાલ ચટક  રંગના ગુલાબનો તો કોઈ જવાબ જ  નથી. તેથી મંગળની રાશિ મેષ અને વૃશ્ચિક રાશિના જાતકોને જ્યોતિષના હિસાબથી લાલ રંગનુ ગુલાબ આપીને ખુશ કરી શકો છો.  જ્યોતિષમુજબ મેષ અને વૃશ્ચિકવાળાને લાલ રંગનું  ગુલાબ ખૂબ પસંદ હોય છે.  તેથી રોજ ડે ના દિવસે તમારા પાર્ટનરને તમે આ રંગનુ ગુલાબ આપીને તેનુ દિલ જીતવામાં સફળ રહી શકો છો. 
 
તુલા અને વૃષભ રાશિ 
 
પર્પલ રંગનુ ગુલાબ એક ખૂબ જ અલગ રંગનુ અને અનોખુ ગુલાબ હોય છે. આ સહેલાઈથી મળતુ નથી અને તેનો રંગ અન્ય ગુલાબથી જુદુ હોય છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ તુલા અને વૃષભ રાશિના લોકોને પર્પલ રંગનુ ગુલાબ ખૂબ પસંદ હોય છે. કારણ કે આ પહેલી નજરના પ્રેમનુ પ્રતીક માનવામાં આવે છે. આ ઉપરાંત આ રાશિના લોકોને આમ તો સફેદ  રંગનુ ગુલાબ પણ ગમે છે.  
 
મિથુન અને કન્યા રાશિ 
 
લીલો રંગ સુખ સમૃદ્ધિ અને હર્ષનુ સૂચક હોય છે. આ રંગનુ ગુલાબ આમ તો મળવુ ખૂબ મુશ્કેલ હોય છે. લીલા રંગનુ ગુલાબ નવીનતા, ખુશી અને અને પ્રચુરતાનુ પ્રતીક હોય છે.  જે કન્યા અને મિથુન રાશિના લોકોને આકર્ષિત કરે છે.  તેથી આપ આપના પાર્ટનરને આ રંગનુ ગુલાબ આપીને ખુશ કરી શકો છો.  પણ જો આ રંગનુ ગુલાબ ન આપો તો પીળા રંગનુ ગુલાબ પણ આપી શકો છો.
 
લીલા રંગનુ ગુલાબ અમેરિકા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશમાં મળે છે. તેથી તમે બીજા રંગનુ ગુલાબ પણ આપી શકો છો. 
 
કર્ક અને સિંહ રાશિ 
 
સફેદ ગુલાબ સાચા પ્રેમ અને દિલની હકીકત દર્શાવે છે.  જે કર્ક રાશિના વ્યક્તિઓને ખૂબ ગમે  છે. શ્વેત રંગ શાંતિનુ પણ પ્રતિક હોય છે. તેથી કર્ક રાશિના લોકોને તમે સફેદ રંગનુ ગુલાબ આપીને તમારા દિલની વાત કહી શકો છો.  લેવેંડર રંગનુ ગુલાબ ઊંડા પ્રેમનુ પ્રતિક હોય છે. આ સિંહ રાશિના લોકોના સ્વભાવની જેમ હોય છે. આવા લોકો જેને પણ પોતાના માને છે તેમને દિલથી સ્વીકારે છે. તેથી સિંહ રાશિના જાતકોને આ રંગનુ ગુલાબ ખૂબ પસંદ હોય છે. 
 
ધનુ અને મીન રાશિ 
 
પોતાના જીવનમાં પ્રેમનુ ઊંડાણ  ઈચ્છો છો તો લાલ ગુલાબ આપવુ સૌથી સારુ છે. પીળુ ગુલાબ ખુશી અને દોસ્તીનુ પ્રતીક હોય છે.  જે ગુરૂની રાશિ ધનુ અને મીન રાશિના લોકોને ખૂબ ગમે છે. ઉલ્લેખનીય છે કે ધનુ અને મીન રાશિના લોકો ગંભીર અને જ્ઞાની પ્રકૃતિના હોય છે.  આ લોકોને પીળુ ગુલાબ આપીને તેમનો પ્રેમ મેળવવામાં સફળ થઈ શકો છો.  તેથી તમે તમારા દિલની વાત લાલ અને પીળા રંગનુ ગુલાબ આપીને કરી શકો છો