શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રૂસ યુક્રેન વૉર
Written By
Last Modified: બુધવાર, 2 માર્ચ 2022 (00:43 IST)

Russia Ukraine War: કીવમા ટેલીવિઝન ટાવર પર રશિયા હુમલામાં 5 લોકોના મોત, સિગ્નલ ખોરવાયા, અટેક પહેલા આપી હતી ચેતાવણી

રૂસની સેના (Russia Military) એ યૂક્રેન(Ukraine) ની રાજધાની કીવ (Kyiv)માં એક ટેલિવિઝન ટાવર પર હુમલો કર્યો છે. સમાચાર એજન્સી એએફપીએ અધિકારીના હવાલાથી જણાવ્યું કે આ હુમલામાં 5 લોકોના મોત થયા છે.. 
યુક્રેનના ગૃહ મંત્રાલયના સલાહકાર એન્ટોન હેરાશચેન્કો(Anton Herashchenko) કહ્યું કે આ હુમલાને કારણે સિગ્નલ ખોરવાઈ ગયા છે. ન્યૂઝ એજન્સી રોયટર્સે આ જાણકારી આપી છે. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં બોમ્બ વિસ્ફોટ બાદ ટીવી ટાવરમાંથી આગ નીકળતી જોવા મળી રહી છે. સ્થાનિક પત્રકાર ઇલ્યા પોનોમારેન્કોએ જણાવ્યું હતું કે સ્થાનિક અધિકારીઓએ ટાવરનું સમારકામ અને પ્રસારણ ફરી શરૂ કરવાનું વચન આપ્યું છે. આ હુમલો ત્યારે કરવામાં આવ્યો છે જ્યારે રશિયાએ કિવના લોકોને તેમના ઘર છોડવા કહ્યું હતું.

 
જો કે, રશિયન હુમલા પછી પણ, ટાવર હજુ પણ ઊભુ છે. પરંતુ આમાં પાંચ લોકોના મોત થયા છે અને ઘણા ઘાયલ પણ થયા છે. સિગ્નલ ખોરવાતા કામને અસર થઈ છે. આખા શહેરમાં બ્લાસ્ટનો અવાજ સંભળાયો હતો, જ્યારે બ્લાસ્ટ બાદ ટાવરમાંથી ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો ઉલ્લેખનીય છે કે  રશિયાના સંરક્ષણ મંત્રાલયે મંગળવારે જાહેરાત કરી હતી કે તે રશિયા વિરુદ્ધ માહિતીને દબાવવા માટે કિવમાં 72મા 'મેઈન સેન્ટર ઓફ ઈન્ફોર્મેશન સાયકોલોજિકલ ઓપરેશન્સ' અને યુક્રેનની સુરક્ષા સેવા સુવિધા પર હુમલો કરશે. આ ઇમારતોની નજીક રહેતા લોકોને તેમના ઘર છોડવા માટે કહેવામાં આવ્યું હતું. જો કે આ હુમલા બાદ હજુ સુધી કોઈ નુકસાનના સમાચાર નથી.
 
રશિયાએ ખારકીવમાં કર્યો મોટો હુમલો
 
નોંધપાત્ર રીતે, યુક્રેન પર રશિયાના આક્રમણનો આ છઠ્ઠો દિવસ છે. રશિયન ટેન્કો અને સશસ્ત્ર વાહનોનો કેટલાક માઈલ લાંબો કાફલો યુક્રેનની રાજધાની નજીક આવી રહ્યો છે અને જમીન પર લડાઈ વધુ તીવ્ર બને છે. રશિયાએ મંગળવારે યુક્રેનના બીજા સૌથી મોટા શહેર ખાર્કિવમાં નાગરિક લક્ષ્યોને નિશાન બનાવીને વધુ તોપમારો કર્યો હતો. જાનહાનિ સતત વધી રહી છે અને અહેવાલો સામે આવ્યા છે કે ખાર્કીવ અને રાજધાની કિવ વચ્ચેના શહેર, ઓખ્તિરકામાં લશ્કરી થાણા પર રશિયન ટેન્કો દ્વારા તાજેતરના હુમલામાં 70 થી વધુ યુક્રેનિયન સૈનિકો માર્યા ગયા હતા.
 
યુક્રેનિયન સૈનિકો જબરદસ્ત પ્રતિકાર કરી રહ્યા છે અને નવાઈની વાત છે કે રૂસ આકાશ પર પ્રભુત્વ જમાવી શક્યું નથી. એવી આશંકા વધી રહી છે કે જેમ જેમ  પશ્ચિમી પ્રતિબંધોના પરિણામે રશિયા વધુ એકલુ થઈ રહ્યું છે, વ્લાદિમીર પુતિન વધુ આક્રમક વલણ અપનાવી શકે છે અને વિશ્વમાં પરિવર્તનકારી યુદ્ધ શરૂ કરી શકે છે યુદ્ધનો માર . યુક્રેનના લોકો સહન કરી રહ્યા છે. લોકોએ ખુદને બચાવવા માટે અંડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશન, બંકરો અને અન્ય આશ્રયસ્થાનોમાં આશ્રય લીધો છે.