ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રૂસ યુક્રેન વૉર
Written By
Last Updated : બુધવાર, 2 માર્ચ 2022 (13:49 IST)

Nuclear War: અડધો કલાકમાં 10 કરોડ મોત થશે, 18 હજાર વર્ષ પાછળ જતી રહેશે દુનિયા, જાણો પરમાણુ યુદ્ધ થયુ તો શુ થશે ?

શુ થાય જો સવારે જોરદાર ધમાકો થાય અને ક્ષણમાં જ હજારો લોકોના મોત થઈ જાય. લોકો બેસેલા રહે અને તેમની ચામડી બળીને પડવા માંડે. જોરદાર ધમાકા પછી ચારેબાજુ સન્નાટો છવાય જાય અને થોડીવાર પછી રડતા-કકડતા લોકોનો અવાજ ગૂંજવા માંડે. 
 
કંઈક આવુ જ થયુ હતુ ઓગસ્ટ 1945માં. જ્યારે બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન અમેરિકાએ જાપાનના હિરોશિમા અને નાગાસાકી પર પરમાણુ હુમલો કર્યો હતો. આ હુમલો એટલો જોરદાર હતો કે હજારો લાખો લોકોના મોત થોડીક જ મિનિટમાં થઈ ગયા. ત્યારબાદ પણ હજારો વર્ષ સુધી લોકો મરતા રહ્યા. 
 
રૂસ અને યુક્રેન વચ્ચે ચાલી રહેલ યુદ્ધમાં હવે ફરીથી પરમાણુ યુદ્ધનો ખતરો વધી ગયો છે. જો કે લડાઈ હવે લગભગ નિર્ણાયક મોડમાં પહોંચી ગએ છે.  પણ સંકટ ગયુ નથી. અમેરિકા સહિત પશ્ચિમી દેશ યૂક્રેનની મદદ કરી રહ્યુ છે અને રૂસના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને પહેલા જ ચેતાવણી આપી દીધી છે કે જો કોઈ બહારનુ વચ્ચે આવશે તો અંજામ એવો થશે જે પહેલા ક્યારેય જોયો નહી હોય. એક્સપર્ટ પુતિનની આ  ચેતાવણીને  પરમાણુ યુદ્ધની ધમકી સાથે જોડીને જોઈ રહ્યા છે. 
 
જાપાન પર પરમાણુ હુમલો થયો છે અને જેઓ એ હુમલામાં બચી ગયા હતા તેઓ આજે પણ એ દિવસને યાદ કરીને કંપી ઉઠે છે. પરમાણુ યુદ્ધ વિનાશ સિવાય કશું લાવશે નહીં....
 
જો પરમાણુ યુદ્ધ થાય તો શું થશે?
 
સ્વિટ્ઝર્લેન્ડની એક સંસ્થા છે ઇન્ટરનેશનલ કેમ્પેઇન ટુ એબોલિશ ન્યુક્લિયર વેપન (ICAN). આ સંસ્થાને 2017માં નોબેલ શાંતિ પુરસ્કાર પણ મળ્યો છે. ICAN અનુસાર, એક અણુ બોમ્બ એક જ ઝાટકે લાખો લોકોને મારી નાખશે. સાથે જ જો 10 અથવા સેંકડો બોમ્બ પડે છે, તો માત્ર લાખો મૃત્યુ જ નહીં, પરંતુ પૃથ્વીની સમગ્ર આબોહવા વ્યવસ્થા બગડી જશે. તેના બદલે, પૃથ્વીની સમગ્ર આબોહવા વ્યવસ્થા બગડશે.
 
લાખો કરોડો મોત 
ICAN અનુસાર, એક પરમાણુ બોમ્બ આખા શહેરને બરબાદ  કરી નાખશે.  જો આજના સમયમાં અનેક પરમાણુ હથિયારોનો ઉપયોગ કરવામાં આવે તો તેમાં કરોડો લોકો માર્યા જાય. સાથે જ જો અમેરિકા અને રશિયા વચ્ચે મોટું પરમાણુ યુદ્ધ થાય છે, તો મોતનો આંકડો 10 કરોડને પાર જશે. 
 
મુંબઈ, જ્યાં દર એક કિલોમીટરની હદમાં 1 લાખથી વધુ લોકો રહે છે, જો ત્યાં હિરોશિમા જેવો પરમાણુ બોમ્બ પડે તો એક અઠવાડિયામાં 8.70 લાખથી વધુ લોકોના મોત થાય. જો અમેરિકા અને રશિયા વચ્ચેના પરમાણુ યુદ્ધમાં 500 પરમાણુ બોમ્બનો ઉપયોગ કરવામાં આવે તો અડધા કલાકમાં 10 કરોડથી વધુ લોકો મૃત્યુ પામશે.
 
- એટલુ જ નહી કોઈ યુદ્ધમાં જો દુનિયામાં રહેલ 1% થી પણ ઓછા પરમાણુ હથિયારનો ઉપયોગ થાય છે તો તેનાથી 2 અરબ લોકો ભૂખમરીના કગાર પર પહોંચી જશે. સાથે જ આખુ હેલ્થ સિસ્ટમ ખોરવાઈ જશે. જેનાથી ઘાયલોને સારવાર પણ નહી મળી શકે.

આખી ધરતીની સિસ્ટમ બગડી જશે.
 
- જે પરમાણુ બોમ્બ હિરોશિમા પર પડ્યો હતો જો તેની સાઈઝના 100 બોમ્બ પડે છે તો ધરતીની આખી સિસ્ટમ બગડી જશે. આવો હુમલો થતા ક્લાઈમેટ સિસ્ટમ એકદમ ખરાબ રીતે પ્રભાવિત થશે અને ખેતી પર પણ અસર થશે. 
 
- હાલ દુનિયા ગ્લોબલ વોર્મિંગ સામે લડી રહી છે પણ પરમાણુ યુદ્ધ થતા ધરતીનુ તાપમાન ઝડપથી ઓછુ થવા માંડશે. એ એટલા માટે કારણ કે આ હુમલાથી એટલો ધુમાડો નીકળશે જે ધરતીના હવામા જામી જશે. અનુમાન છે કે આવુ થતા ઓછામાં ઓછા 10 ટકા સ્થાન પર સૂરજની રોશની નહી પહોંચી શકે.