શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 17 ફેબ્રુઆરી 2021 (11:40 IST)

મધ્યપ્રદેશ બસ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિજનોને મોરારીબાપુએ તત્કાલ સહાયની કરી જાહેરાત

મધ્યપ્રદેશના સીધીમાં મંગળવારે મોટો અકસ્માત સર્જાયો હતો. જેમાં મુસાફરો ભરેલી બસ બાણસાગર કેનાલમાં ખાબકી ગઇ હતી. આ બસમાં 54 મુસાફરો સવાર હતા. જેમાં 41 લોકોના મોત તહ્યા હતા. સવારે 11.45 વાગ્યે બસને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવી હતી. કેટલાક મૃતદેહો વહી ગયા છે. બસ સીધીથી સતના જઈ રહી હતી. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિજનોને 5-5 લાખ વળતર આપવાની જાહેરાત કરી હતી.
 
ત્યારે મધ્યપ્રદેશ બસ દુર્ઘટનામાં માર્યા ગયેલાઓને મોરારીબાપુ તરફથી બે લાખ ચાલીસ હજારની તત્કાલ સહાયની જાહેરાત કરી છે. ગઈકાલે મધ્યપ્રદેશના સીધી નજીક એક પ્રવાસી બસ નહેરમાં પડી જતા કરુણાંતિકા સર્જાઈ છે. આ દુઃખદ ઘટનામાં 48 લોકોએ પોતાનો પ્રાણ ગુમાવ્યો છે.
 
શ્રી હનુમાજીની સાંત્વના રૂપે આ તમામ મૃતકોના પરિવારજનોને રૂ. 5 હજારની તત્કાલ સહાયતા રાશિ પૂજ્ય મોરારીબાપુએ મોકલવા જણાવ્યું છે. આ સહાયતાની કુલ રૂપિયા રાશિ બે લાખ ચાલીસ હાજર થાય છે. મધ્યપ્રદેશ સ્થિત રામકથાના શ્રોતઓ દ્વારા આ રાશિ વિતરિત કરવામાં આવશે.
 
અત્રે એ ઉલ્લેખનીય છે કે તાજેતરમાં તામિલનાડુના વિરુદનગરમાં ફટાકડાના કારખાનામાં આગ લગતા 17 લોકોએ પ્રાણ ગુમાવ્યા હતા તેમને પણ આ જ પ્રકારે સહાયતા પહોંચતી કરવામાં આવી રહી છે.  તમામ મૃતકોના નિર્વાણ માટે પૂજ્ય બાપુએ પ્રાર્થના કરી તેમના પરિવારજનો પ્રતિ સંવેદના વ્યક્ત કરી છે.