બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 6 ઑક્ટોબર 2021 (17:06 IST)

ફટાકડાના વપરાશને લઈને સુપ્રીમ કોર્ટ સખ્ત, જીવની કિંમત પર તહેવારો ના ઉજવવા

દેશમાં હવે ધીમે ધીમે તહેવારોની સિઝન શરૂ થઈ રહી છે. ફટાકડાના વપરાશને લઈને સુપ્રીમ કોર્ટ ફરીથી એક વખત સખ્ત બની ગયું છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે અમે લોકો ઉજવણી વિરુદ્ધ નથી, પરંતુ આ અન્યના જીવની કિંમત પર ના ઉજવાઈ શકે. ફટાકડા પર પ્રતિબંધ છે છત્તાં તેના વપરાશ પર સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી છે.
 
સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે અમારા દેશમાં મુખ્ય સમસ્યા આદેશોને લાગું કરવાની છે. જસ્ટિસ એમઆર શાહ અને જસ્ટીસ એએસ બોપન્નાની બેંચે સુનાવણી કરતા જણાવ્યું કે તહેવારો અન્યના જીવની કિંમત પર ના ઉજવાઈ શકે. તમે તહેવારો ઉજવણી કરવા ઈચ્છો તો અમે પણ ઉજવવા ઈચ્છીએ છીએ. પરંતુ કઈ કિંમત પર, તે પણ આપણે વિચારવું પડશે.