બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : ગુરુવાર, 10 જાન્યુઆરી 2019 (11:22 IST)

Ayodhya Case Hearing - જજ અને સંવિધાન બેચ પર વકીલે ઉઠાવ્યા સવાલ, 29 જાન્યુઆરી સુધી ટળ્યો રામ મંદિર કેસ

રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ પર ગુરૂવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ. મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવન દ્વારા સંવિધાન પીઠ અને જસ્ટિસ યૂયૂ લલિત પર સવાલ ઉભો કર્યા પછી સુપ્રીમ કોર્ટે 29 જાન્યુઆરી સુધી મામલો ટાળી દીધો છે. હવે પાંચ જજોની પીઠમાં જસ્ટિસ યૂયૂ સામેલ નહી થાય. અને નવી બેચની રચના કરવામાં આવશે. 

રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ થઈ ગઈ છે. પાંચ જજોની પીઠે ગુરૂવારે કહ્યુ કે તેઓ આજે મામલાની સુનાવણી નહી કરે પણ ફક્ત ટાઈમલાઈન નક્કી કરશે. 
 
સુર્પીમ કોર્ટના રૂમ નંબર 1 માં આ મામલાની સુનાવણી થઈ રહી છે. મુસ્લિમ પક્ષ તરફથી જફરયાબ જિલાની, રાજીવ ધવન અને હિન્દુ પક્ષ તરફથી સીએસ વૈદ્યનાથન અને પીએસ નરસિમ્હન કોર્ટમાં પહોંચ્યા છે. 
 
આ પીઠ ઈલાહાબાદ હાઈકોર્ટના નિર્ણય વિરુદ્ધ નોંધયએલ અરજી પર સુનાવણી કરશે.  મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી આ 5 સભ્યોની સંવિધાન પીઠના અન્ય સભ્યોમાં જસ્ટિસ એસ. એ. બોબડે, જસ્ટિસ એન.વી. રમણ, જસ્ટિસ ઉદય યૂ લલિત અને જસ્ટિસ ધનન્યજ વાઈ. ચંદ્રચૂડનો સમાવેશ છે. 
 
જ્યારે મામલો 4 જાન્યુઆરીના રોજ સુનાવણી માટે આવ્યો હતો ત્યારે આ વાતનો કોઈ સંકેત નહોતો કે ભૂમિ વિવાદ મામલાના સંવિધાન પીઠને મોકલવામાં આવશે. કારણ કે ટોચની કોર્ટએ બસ એટલુ કહ્યુ હતુ કે આ મામલામાં રચાનારી યોગ્ય બેંચ 10 જાન્યુઆરીએ આગામી આદેશ આપશે. 
 
હાઈકોર્ટના નિર્ણય વિરુદ્ધ 14 અપીલ 
 
હાલ અયોધ્યામાં રામ જન્મ ભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ સાથે સંબંધિત 2.77 એકર ભૂમિ મામલે ઈલાહાબાદ હાઈકોર્ટના 30 સપ્ટેમ્બર 2010ના 2:1 ના બહુમતના નિર્ણય વિરુદ્ધ ટોચની કોર્ટમાં 14 અપીલો નોંધવામાં આવી છે. 
 
હાઈકોર્ટે આ નિર્ણયમાં વિવાદિત ભૂમિ સુન્ની વક્ફ બોર્ડ, નિર્મોહી અખાડા અને રામ  લલા વિરાજમાન વચ્ચે સરખા ભાવે વહેંચવાનો આદેશ આપ્યો હતો. આ નિર્ણયના વિરુદ્દ અપીલ નોંધાતા ટોચની કોર્ટે મે 2011માં આવેલ હાઈકોર્ટના નિર્ણય પર રોક લગાવવાની સાથે જ વિવાદિત સ્થળ પર યથાસ્થિતિ બનાવી રાખવાનો આદેશ આપ્યો હતો.