શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. રમત
  3. રમત સમાચાર
Written By
Last Modified: નવી દિલ્હી. , સોમવાર, 5 જૂન 2023 (14:55 IST)

Wrestlers Protest: પહેલવાનોના આંદોલન પર મોટી અપડેટ, સાક્ષી મલિક પ્રદર્શનમાંથી પાછળ હટી, નોકરી પર પરત ફરી

પહેલવાનોનુ આંદોલન ટૂંક સમયમાં જ સમાપ્ત થઈ શકે છે. ગૃહ મંત્રી અમિત શાહ સાથે મુલાકાતના કેટલાક કલાક બાદ પહેલવાન સાક્ષી મલિક વિરોધ પ્રદર્શનમાંથી પાછળ હટી ગઈ છે. આજે પહેલવાન સાક્ષી મલિકે આંદોલનમાંથી નામ પરત લઈ લીધુ છે. બીજી બાજુ તે રેલવેની પોતાની નોકરી પર પરત ફરી છે. જો કે સાક્ષીએ ટ્વીટ કરીને કહ્યુ કે આ સમાચાર ખોટા છે. તેમણે લખ્યુ ઈંસાફની લડાઈમાં ન  તો અમે કોઈ પાછળ ખસ્યા છે કે ન ખસીશુ.  સત્યાગ્રહની સાથે સાથે રેલવે મા મારી જવાબદારીનો સાથ નિભાવી રહી છુ.  ઈંસાફ મળવા સુધી અમારી લડાઈ ચાલુ રહેશે.  મહેરબાની કરીને કોઈ ખોટા સમાચાર ન ચલાવશો.  તેમના ટ્વીટથી સ્પષ્ટ છે કે તે પ્રોટેસ્ટ સાથે પોતાની નોકરી કરશે. હવે સૌની નજર વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા પર છે. તેમના નિર્ણયથી સ્પષ્ટ થશે કે કેટલુ જલ્દી તેઓ પોતાનુ પ્રદર્શન સમાપ્ત કરશે ?

 
રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના ભૂતપૂર્વ પ્રમુખ સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહના વિરોધમાં સામેલ રેસલર સાક્ષી મલિક કામ પર પરત ફરી છે. તે રેલવેમાં નોકરી કરે છે. અહેવાલો અનુસાર, તેણે બ્રિજભૂષણ વિરુદ્ધ આંદોલનમાંથી પોતાનું નામ પણ પાછું ખેંચી લીધું છે.
 
સાક્ષી, બજરંગ અને વિનેશ ફોગાટ રવિવારે સાંજે જ ગૃહમંત્રી અમિત શાહને મળ્યાં હતાં. આ બેઠક લગભગ 2 કલાક ચાલી હતી. અમિત શાહે કુસ્તીબાજોને આશ્વાસન આપ્યું કે કાયદો બધા માટે સમાન છે, કાયદાને એનું કામ કરવા દો.