ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 12 એપ્રિલ 2018 (13:20 IST)

ગુજરાતમાં 22 વર્ષથી સત્તાધિશ ભાજપ સરકારે સ્વિકાર્યુ ‘રાજ્યમાં ૯૬ ગામો અતિ પછાત છે’

ગુજરાતમાં 22 વર્ષથી સત્તા મેળવનાર ભાજપ સરકારના ૨૨ વર્ષના શાસનમાં ૧૭ જીલ્લાના ૯૬ ગામડાઓ હજુ અતિ પછાત હોવા સાથે ત્યાં વિકાસ થયો નહીં હોવાનો સ્વીકાર રાજ્ય અને કેન્દ્રની ભાજપ સરકારે કર્યો છે. ભારત સરકારના ઉપક્રમે આ ગામડાઓમાં ૧૪ એપ્રિલથી આગામી ૫ મે દરમિયાન ગ્રામ સ્વરાજ અભિયાન હાથ ધરી સરકારી યોજનાઓનો લાભ મળ્યો જ નથી તેને ઝુંબેશ સ્વરૂપે પહોચાડવામાં આવશે. જ્યારે ૩૦ એપ્રિલે આયુષ્યમાન દિવસ નિમિત્તે રાજ્યભરમાં આરોગ્ય તંત્ર સામેથી જઈ આરોગ્યલક્ષી સુવિધા માટેના કાર્ડ આપશે.

ગુજરાત રાજ્યમાં ભાજપ સરકારના ૨૨ વર્ષના શાસનમાં વિકાસ ગાંડો થયો હોવાની પ્રતીતિ કરાવતા ૯૬ ગામોમાં હજુ સુધી સરકારી યોજનાઓનો લાભ પહોચ્યો જ નથી..! આ વાસ્તવિકતા રાજ્ય સરકારે જ સ્વિકારી આ ૯૬ અતિ પછાત ગામોમાં વિકાસના કામો કરવા માટે ૧૪મી એપ્રિલથી ગ્રામ સ્વરાજ અભિયાન શરુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ભારત સરકાર દ્વારા આ દેશવ્યાપી ગ્રામ સ્વરાજ અભિયાનમાં ગુજરાતના ૧૭ જીલ્લાઓના ૯૬ ગામોને અતિ પછાત હોવા સાથે વિકાસ થયો નહીં હોવાથી સમાવવામાં આવ્યા છે. જેમાં આગામી ૫ મે સુધી વિકાસથી વંચિત આ ગામોમાં સરકારી યોજનાઓનો લાભ મળ્યો નથી તેને ઝુંબેશના સ્વરૂપે પહોચાડવામાં આવશે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ અંગે વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, આ ઝુંબેશમાં સાબરકાંઠાના સૌથી વધારે ૧૮ તેમજ બનાસકાંઠાના ૧૨ સહીત ૯૬ ગામોમાં પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના, રેશનીંગ, ઘરે ઘરે વીજળી, એલઈડી બલ્બ, મફત ગેસ સિલિન્ડર, જન ધન યોજનામાં બેંક ખાતુ, જીવન જ્યોતિ વીમા કવચ, પ્રધાન મંત્રી સુરક્ષા યોજના, મિશન ઇન્દ્ર ધનુષ, ગ્રામ શક્તિ અભિયાન, શૌચાલય, ગ્રામ સ્વચ્છતા વગેરે યોજનાનો દરેકને લાભ અપાશે. આ ઝુંબેશમાં રાજ્યના મંત્રીઓ, સચિવો તેમજ જુદા જુદા વિભાગોના અધિકારીઓ જોડાશે. જ્યારે ૧૪ એપ્રિલે વડાપ્રધાન મોદી દ્વારા આ અભિયાનને ઓરિસ્સાના બીજાપુર ખાતેથી વીડિયો કોન્ફરન્સ દ્વારા ખુલ્લુ મુકવામાં આવશે.