ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત ન્યુઝ
  3. સુરત ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 16 જૂન 2020 (13:16 IST)

જાણો કેમ દરરોજ સુરતમાં તાપી નદીમાં ફેંકાય છે 500 કિલો બરફ

કોરોના વાયરસથી આખું વિશ્વ ત્રાહીમામ પોકારી ઉઠ્યું છે, ત્યારે સુરતીઓ કોરોનાને ભગાડવા માટે તાપી નદીમાં રોજનો 500 કિલો બરફ પુલ પરથી ફેંકે છે, અત્યાર સુધી કુલ 3500 કિલો બરફ નદીમાં ફેંકાઈ ચૂક્યો છે.  મળતી માહિતી પ્રમાણે, કોરોના વાયરસની મહામારી રોકવા માટે સુરતના એક વેપારીએ માન્યામાં ના આવે તેવી માનતા રાખી છે. આ વેપારીએ તાપી નદીમાં રોજનો 500 કિલો બરફ નાંખવાની માનતા માની છે. તે સાત દિવસમાં સવાર સાંજ બે ટાઈમ વિવેકાનંદ બ્રિજ પરથી 500 કિલો બરફ નદીમાં નાખે છે, અત્યાર સુધી કુલ 3500 કિલો બરફ નદીમાં ફેંકાઈ ચૂક્યો છે. બરફ નાખતા એક વ્યક્તિને જ્યારે તેના વિશે પુછવામાં આવ્યું તો તેણે જણાવ્યું હતું કે, મારા સાહેબ કોરોના ભગાડવા બરફ નાંખવાની માનતા રાખી છે. સુરતમાં હજુ રોજ સરેરાશ 70 કેસ સામે આવી રહ્યા છે અને અત્યાર સુધી 100થી વધુ લોકો મોતને ભેટ્યાં છે. કોરોનાને કાબુમાં લેવા ડૉક્ટરો અને વિજ્ઞાનીઓ રાત દિવસ પ્રયાસ કરી રહ્યાં છે. ત્યારે આ કેટલાક લોકો કોરોનાને ભગાડવા અંધવિશ્વાસનો સહારો લઈ રહ્યા છે.