બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 28 ઑક્ટોબર 2021 (19:01 IST)

ભારતથી ઓમાન જનારા મુસાફરોને હવે ક્વારંટાઈન નહી રહેવુ પડે, કોવાક્સિનને સરકારે આપી મંજુરી

ભારત બાયોટેકની કોવેક્સિન રસીને ઓમાને કોવિડ 19 વેક્સીનેશનની યાદીમાં સમાવેશ કર્યો છે. હવે ભારતથી જતા લોકોને 14 દિવસ ક્વોરેન્ટાઈનમાં રહેવાની જરૂર નથી. ભારત બાયોટેકે ટ્વિટર પર લખ્યું, "કોવાક્સિન રસીને હવે કોરોંટાઈન રહેવાની જરૂરિયાત વિના ઓમાનની યાત્રા માટે સ્વીકૃત કોવિડ-19 રસીની યાદીમાં શામેલ કરવામાં આવી છે. તેનાથી ભારતથી ઓમાન જનારા એ પ્રવાસીઓને સુવિધા રહેશે જેમણે કોવાક્સિન વેક્સીન લીધી છે. 
 
મસ્કતમાં સ્થિત ભારતીય દૂતાવાસને એ જણાવતા આનંદ થાય છે કે ઓમાન સરકારે ઓમાનની મુસાફરી માટે માન્ય કોવિડ-19 રસીની યાદીમાં કોવેક્સીનનો સમાવેશ કર્યો છે. નાગરિક ઉડ્ડયન સત્તામંડળે આ સંદર્ભે 27 ઓક્ટોબરના રોજ જાહેરનામું બહાર પાડ્યું છે. ભારતથી ઓમાન જતા તમામ મુસાફરો કે જેમણે અપેક્ષિત આગમન તારીખના ઓછામાં ઓછા 14 દિવસ પહેલા Covaxin ના બંને ડોઝ લીધા છે તેઓ સમગ્ર ઓમાનમાં મુસાફરી કરી શકે છે.