1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. તંત્ર મંત્ર ટોટકા
Written By
Last Modified: ગુરુવાર, 28 જુલાઈ 2022 (00:15 IST)

Astro Tips : લવિંગથી કરવુ આ ઉપાય દૂર થશે બધી પરેશાનીઓ ચમકી જશે કિસ્મત

cloves in aarti
હિંદુ ધર્મમાં લવિંગને ખૂબ પવિત્ર માનવામાં આવ્યુ છે. ભોજનનો સ્વાદને વધારવા અને પૂજાની સાથે-સાથે ઘણા જ્યોતિષ (Astrology) ઉપાયથી લવિંગના ઉપયોગ કરવો કારગર થાય છે. જ્યોતિષશાસ્ત્રના મુજબ લવિંગના ઉપાયથી ઘણા રોકાયેલા કામ બને છે. તમે કરિયરમાં તરક્કી મેળવવા અને જીવનમાં સફળતા મેળવવા માટે લવિંગથી ઘણા પ્રકારના ઉપાય કરી શકો છો. લવિંગથી ઉપાય કરતા પર ઘર અને જીવનમાં રહેલ નકારાત્મકતા દૂર થાય છે. આ જીવનની પરેશાનીઓને દૂર કરવામાં મદદ કરશે. લવિંગથી તમે ઉપાય કરી શકો છો આવો જાણીએ. 
 
લવિંગ પ્રગટાવવાથી મળશે ફંસાયેલો પૈસા 
જો તમારો પૈસા ક્યાંક ફંસાયેલો છે કે પૈસા મળવામાં પરેશાની આવી રહી છે તો તમે લવિંગથી ઉપાય કરી શકો છો. તેના માટે તમને અમાવસ્યા કે પૂર્ણિમાની રાત્રે 11 કે 21 લવિંગ કપૂરની સાથે પ્રગટાવવી પડશે. તે પછી દેવી લક્ષ્મીનો ધ્યાન કરવુ અને તમારી સમસ્યા દૂર કરવા માટે પ્રાર્થના કરવી. આવુ કરવાથી તમારો ફંસાયેલો ધન પરત મળશે અને ધન પ્રાપ્તિના રસ્તા પણ ખુલશે. 
 
ઈંટરવ્યૂહ પાસ કરવા માટે 
જો તમે ક્યાંક ઈંટરવ્યૂહ આપવા જઈ રહ્યા છો કે કોઈ કામથી બહાર જઈ રહ્યા છો તો તમે ઈચ્છો છો કે તે કામ પૂરો થઈ જાય. તેના માટે તમે લવિંગનો ઉપાય કરી શકો છો. તેના માટે ઘરથી નિકળતા સમયે બે લવિંગ મોઢામાં રાખવી. આ લવિંગથી બચેલા ભાગ કાર્યસ્થળ પર  ફેંકી દો. તમારા ઈષ્ટદેવથી કાર્યમાં સફળતા માટે પ્રાર્થના કરવી. આવુ કરવાથી તમને ઈંટરવ્યૂહમાં સફળતા મળશે. 
 
લવિંગના ઉપાયથી મળશે મેહનતનુ ફળ 
ઘણી સખ્ત મેહનત કર્યા પછી પણ તેનો ફળ નથી મળતુ. તેથી તમે મંગળવારે હનુમાનજીની મૂર્તિની સામે ચમેલીના તેલનો દીવો પ્રગટાવો અને તેમાં બે લવિંગ નાખવી. ત્યારબાદ હનુમાન ચાલીસાનો પાઠ કરવો અને આરતી કરવી. ત્યારબાદ હનુમાનજીનો ધ્યાન કરવુ અને તમારા કાર્યમાં સફળતાની પ્રાર્થના કરવી. આવુ 21 મંગળવારે સતત કરવો. તેનાથી તમારી મેહનતનો ફળ મળશે અને બધા કામ સમયથી પૂરા થવા લાગશે. 
 
ધન માટે કરવુ આ ઉપાય 
ઘરમાં સુખ- સમૃદ્ધિ અને ધન માટે માતા લક્ષ્મીની પૂજા કરતા સમયે બે લવિંગ ગુલાબના ફૂલની સાથે દરરોજ માતાને અર્પિત કરવુ. જો આ દરરોજ શક્ય ન હોય તો શુક્ર્વારના દિવસે કરવો. 
 
નકારાત્મકતા દૂર કરવા માટે 
ઘરમા રહેલ નકારાત્મકતા ઉર્જાને દૂર કરવા માટે શનિવારે એક તેલના દીવામાં ત્રણ ચાર લવિંગ પ્રગટાવવી અને પછી તેને ઘરના અંધારા ખૂણામાં રાખી દો. તેનાથી નકારાત્મક ઉર્જા પણ દૂર થશે અને ધીમે-ધીમે કામ પણ બનવા લાગશે.