શનિવાર, 21 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી સાહિત્ય
  3. આજનો સુવિચાર
Written By
Last Modified: શનિવાર, 4 ડિસેમ્બર 2021 (07:54 IST)

Chanakya Niti : આ 3 સ્થિતિમાં ભાગવુ કાયરતા નહી પણ સમજદારી છે.

આચાર્ય ચાણક્ય વિદ્વાન હોવાની સાથે યોગ્ય શિક્ષક પણ હતા. વિશ્વ વિખ્યાત તક્ષશિલા વિશ્વવિદ્યાલયમાંથી શિક્ષણ મેળવ્યા બાદ તેઓ ઘણા વર્ષો સુધી ત્યાં શિક્ષક પદે રહ્યા અને અનેક રચનાઓ રચી.. આચાર્યની નીતિશાસ્ત્ર આજે પણ ખૂબ જ લોકપ્રિય છે. નીતિ શાસ્ત્રને ચાણક્ય નીતિ તરીકે ઓળખવામાં આવે છે.
 
આચાર્ય ચાણક્ય કહે છે કે જ્યાં દુષ્ટ લોકો રહે છે તે સ્થાન છોડી દેવાથી તમે ડરપોક સાબિત થતા નથી. પરંતુ આ જ તો તમારી સમજદારી છે.  દુષ્ટ લોકો ભરોસાપાત્ર નથી, તેઓ ગમે ત્યારે કોઈને પણ નુકસાન પહોંચાડી શકે છે. તેથી તેમને અને તેમના સ્થાનને છોડી દેવામાં જ શાણપણ છે. 
 
જો અચાનક શત્રુએ તમારા પર હુમલો કર્યો હોય અથવા તમે દુશ્મન પર વિજય મેળવવામાં સક્ષમ નથી તો આવી સ્થિતિમાં ત્યાંથી ભાગી જવામાં જ સમજદારી છે. દુશ્મનનો સામનો યોગ્ય વ્યૂહરચના સાથે જ કરવો જોઇએ, તો જ તમે જીતી શકો છો.
 
આચાર્ય ચાણક્ય કહે છે કે જ્યાં દુકાળ પડે તે સ્થાન પર રોકાવવુ મૂર્ખતા છે, કારણ કે જો તમારા જીવન પર સંકટ આવશે તો તો તમે શું કરી શકવા લાયક રહેશો.  તેથી, બિનજરૂરી રીતે તમારા જીવનને જોખમમાં ન લો અને તરત જ આવી જગ્યા છોડી દો.
 
મુસીબતના સમયે ત્યાંથી ડરીને ભાગવું એ કાયરતાની નિશાની ગણાય છે, પરંતુ અમુક ખાસ સંજોગોમાં ભાગવું એ કાયરતા નથી બતાવતું, પણ સમજદારી કહેવાય. આચાર્ય ચાણક્યએ પણ ચાણક્ય નીતિમાં કેટલીક આવી પરિસ્થિતિઓનો ઉલ્લેખ કર્યો છે, જેમાં ભાગવું એ એક સમજદારીભર્યો  નિર્ણય છે