બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. રમત
  3. ટોક્યો ઓલમ્પિક 2020
Written By
Last Updated :ટોક્યો. , રવિવાર, 8 ઑગસ્ટ 2021 (15:30 IST)

ગોલ્ડ જીતતા જ નીરજ પર પૈસાનો વરસાદ, જાણો કોણે-કોણે શુ-શુ ઈનામ આપવાની કરી જાહેરાત

ઓલંપિકના ભાલા ફેંક હરીફાઈમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચનારા એથલીટ નીરજ ચોપરા દેશને નાચવાની તક આપી. નીરજે જૈવલિન થ્રો હરીફાઈમા ભારતે ટોક્યો ઓલંપિકમાં પહેલો ગોલ્ડ મેડલ અપાવ્યો છે. ત્યારતહી જ દેશ ઉત્સવ મનાવી રહ્યુ છે. ગોલ્ડ જીતીને ભારતનુ માન વધારનારા નીરજ ચોપરા પર હવે પૈસાનો વરસાદ થયો છે. હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરથી લઈને પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે નીરજ પર ધનવર્ષા કરી છે. તો ચાલો જાણીએ નીરજને કોણ શુ શુ આપી રહ્યુ છે. 
 
મનોહર લાલ ખટ્ટર આપશે 6 કરોડ રૂપિયા 
 
હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે ઓલિમ્પિકમાં પુરૂષોની ભાલા ફેંકમાં પદક જીતનારા નીરજ ચોપડાએ  6 કરોડ રૂપિયાના રોકડ ઈનામની જાહેરાત કરી. હરિયાણા સરકારે નીરજ ચોપડાને છ કરોડ રોકડા પુરસ્કાર ઉપરાંત પ્રથમ શ્રેણી અધિકારીની સરકારી નોકરી આપવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત હરિયાણામાં ક્યાય પણ 50 ટકા કન્સેશન પર પ્લોટ આપવાનુ પણ એલાન કર્યુ છે. એટલુ જ નહી નીરજ ચોપરાને પંકકુલામાં બનનારા એથલીટ સેંટરના હેડ પણ બનાવવામાં આવશે. 
 
કેપ્ટન અમરિંદર સિંહે 2 કરોડની જાહેરાત કરી 
 
અમરિંદર સિંહે ટોક્યો ઓલિમ્પિકમાં એથ્લેટિક્સ સ્પર્ધાઓમાં ભારતનો પ્રથમ ગોલ્ડ મેડલ જીતનાર નીરજ ચોપરાને 2 કરોડના રોકડ પુરસ્કારની જાહેરાત કરી હતી. મુખ્યમંત્રીએ કહ્યું કે આ તમામ ભારતીયો અને પંજાબીઓ માટે ગૌરવની ક્ષણ છે. ભારતીય સેનામાં નાયાબ સુબેદારની પોસ્ટ પર નિયુક્ત નીરજનો પરિવાર પંજાબમાં છે.
 
નીરજ ચોપડાને XUV 700 આપશે મહિન્દ્રા 
 
મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ ટોક્યો ઓલિમ્પિક ગેમ્સમાં જેવેલિન થ્રો ઇવેન્ટમાં દેશના ગોલ્ડ મેડલ વિજેતા નીરજ ચોપરાને કંપનીની આગામી SUV XUV700 ભેટ આપવાનું વચન આપ્યું છે. ચોપરાએ મેડલ જીત્યાના થોડા સમય બાદ મહિન્દ્રાએ આ જાહેરાત કરી હતી. ટ્વિટર પર એક ફોલોવરે મહિન્દ્રાને ચોપરાને XUV700 ગિફ્ટ કરવાનું કહ્યું, ત્યારબાદ મહિન્દ્રાએ લખ્યું, "હા, બિલકુલ અમારા ગોલ્ડન એથ્લીટને એક્સયુવી 700 ની ભેટ આપવી એ મારે માટે એક સૌભાગ્ય અને સન્માનની વાત હશે"
 
બીસીસીઓ આપશે એક કરોડ રૂપિયા 
 
ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે(BCCI) પણ ગોલ્ડ મેડલિસ્ટ નીરજ ચોપડાને 1 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. BCCIએ સિલ્વર મેડલિસ્ટ મીરાબાઈ ચાનૂ અને રવિ કુમાર દહિયાને 50 લાખ રૂપિયા અને બ્રોન્ઝ મેડલિસ્ટ પીવી સિંધુ, લવલીના બોરગોહેન અને બજરંગ પુનિયાને 25-25 લાખ રૂપિયા કેશ આપવાની જાહેરાત કરી છે. ક્રિકેટ બોર્ડ તેની સાથે જ હોકી પુરુષ ટીમને પણ 1.25 લાખ કરોડ રૂપિયા આપશે.
 
ઈંડિગોએ નીરજને આપી એક વર્ષની ફ્રી માં યાત્રા કરવાની સુવિદ્યા 
 
પ્રાઈવેટ એરલાઇન ઇન્ડિગોએ શનિવારે જાહેરાત કરી હતી કે તે ટોક્યો ઓલિમ્પિક જેવેલિન ગોલ્ડ મેડલ વિજેતા નીરજ ચોપરાને એક વર્ષ માટે અમર્યાદિત મફત મુસાફરી કરવાની ભેટ આપશે. ઈન્ડિગોના CEO રોનોજોય દત્તે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "નીરજ, અમે બધા તમારી ઉલ્લેખનીય સફળતા વિશે સાંભળીને ખૂબ જ ખુશ છીએ. તમે રાષ્ટ્રને ગૌરવ અપાવ્યું છે. મને ખબર છે કે ઈન્ડિગોના તમામ કર્મચારીઓ અમારી કોઈપણ ફ્લાઈટમાં તમારું સ્વાગત કરવામાં સન્માન અનુભવશે."
 
ઇલાન ગ્રુપે નીરજને 25 લાખ રૂપિયાનુ ઈનામ આપવાની કરી જાહેરાત 
 
ગુરુગ્રામ સ્થિત રિયલ્ટી કંપની ઇલાન ગ્રુપના ચેરમેન રાકેશ કપૂરે શનિવારે ટોક્યો ઓલિમ્પિક 2020 માં ભારતના ગોલ્ડ મેડલ વિજેતા નીરજ ચોપરાને 25 લાખ રૂપિયા રોકડ ઇનામની જાહેરાત કરી હતી. સ્ટાર ભાલા ફેંક ખેલાડી  નીરજ ચોપરા ઓલિમ્પિકમાં વ્યક્તિગત ગોલ્ડ જીતનાર બીજા ભારતીય છે.
 
ચેન્નઈ સુપર કિંગ્સ આપશે 1 કરોડ રૂપિયા 
 
આ ઉપરાંત ઈન્ડિયન પ્રીમિયર લીગ ફ્રેન્ચાઈઝી ચેન્નઈ સુપર કિંગ્સે ચોપડા માટે 1 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી હતી. ચેન્નઈ સુપર કિંગ્સે એક જાહેરાતમાં કહ્યું કે, નીરજ ચોપડાને તેની અદભૂત ઉપલબ્ધિ માટે 1 કરોડ રૂપિયાનો પુરસ્કાર આપવામાં આવશે. તેમાં લખ્યું છે કે, 'નીરજ ચોપડાને સન્માન આપવા માટે ચેન્નઈ સુપર કિંગ્સ 8758 નંબરની વિશેષ જર્સી પણ તૈયાર કરશે. નીરજ ભાલાને 87.58 મીટર દૂર ફેંકીને ગોલ્ડ ઘરે લાવ્યા. 
 
ઉલ્લેખનીય છે કે શનિવારે નીરજે 100 વર્ષની આતુરતાનો  અંત લાવીને એથ્લેટિક્સમાં ભારતને પ્રથમ ગોલ્ડ અપાવ્યો હતો. ભાલા ફેંક સ્પર્ધા તેમજ ટોક્યો ઓલિમ્પિકમાં ભારતનું આ પહેલું ગોલ્ડ છે. નીરજે ફાઇનલમાં પણ ક્વોલિફાઇંગ રાઉન્ડમાં પોતાનું શાનદાર પ્રદર્શન ચાલુ રાખ્યું હતું. અહીં નીરજે 87.03 મીટરનો પહેલો થ્રો ફેંક્યો અને ગોલ્ડની આશા જગાવી. આ પછી બીજા પ્રયાસમાં નીરજે 87.58 મીટર થ્રો ફેંકીને ગોલ્ડ મેડલ મેળવ્યો.