ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. રમત
  3. ટોક્યો ઓલમ્પિક 2020
Written By
Last Modified: નવી દિલ્હી. , શુક્રવાર, 30 જુલાઈ 2021 (11:36 IST)

Tokyo Olympics, Boxing: લવલીના બોરગોહેને પાકુ કર્યુ ભારતનુ બીજુ મેડલ, સેમીફાઈનલમાં પહોંચી

ભારતીય મહિલા બોક્સર લવલીના બોરગોહેન (Lovlina Borgohain) એ ટોક્યો ઓલંપિક  (Tokyo Olympics) માં ભારતનો બીજો મેડલ પાક્કો કરવામાં આવ્યો છે.  તે વેલ્ટરવેટ કેટેગરી (64-69 કિગ્રા) ના સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે. આ સાથે તેમનો ઓછામાં ઓછો બ્રોંઝ મેડલ પાક્કો થઈ ગયો છે. તે પહેલીવાર ઓલ&પિમાં ઉતરી રહી છે. ક્વાર્ટર ફાઈનલના મુકાબલામાં લવલીનાએ ચીની તાઈપેની નિએન ચીન ચેનને 4-1થી હરઆવી. પહેલા રાઉંડમાં તેને બાઈ મળી હતી. જ્યારે કે રાઉંડ 16 ના મુકાબલામાં તે જર્મનીની 35 વર્ષની મુક્કેબાજ નેદિને એપેટ્ઝને 3-2 થી હરાવ્યુ હતુ. આ પહેલા મહિલા વેટલિફ્ટર મીરાબાઈ ચાનૂએ સિલ્વર મેડલ જીત્યો છે. 

 
બોક્સિંગમાં સેમી-ફાઇનલમાં પહોંચતાં જ મેડલ પાક્કો થઈ જાય છે. લવલીના સેમી-ફાઇનલમાં 2019 વર્લ્ડ ચેમ્પિયન તુર્કીની એન્ના લાઈસેંકો સામે મુકાબલો થશે. વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનૂએ આ ઓલિમ્પિકમાં ભારત માટે પ્રથમ મેડલ જીત્યો છે. તેણે સિલ્વર મેડલ પોતાને નામે કર્યો છે.
 
લવલિના બોર્ગોહૈન વર્લ્ડ ચેમ્પિયનશીપમાં બે વખત  એશિયન ચેમ્પિયનશીપમાં  એક બ્રોન્ઝ મેડલ વિજેતા છે. લવલિના પહેલાં મહિલા બોકસરે એમસી મેરી કોમે 2012 લંડન ઓલિમ્પિક્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ઓલિમ્પિક ઇતિહાસમાં ફક્ત બે મહિલા બોક્સરોએ મેડલ જીત્યા છે. પુરુષ વર્ગ કેટેગરીમાં 2008માં  વિજેન્દર સિંહે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.