રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Updated : મંગળવાર, 6 જુલાઈ 2021 (14:34 IST)

હૉસ્પીટલમાં દાખલ ટીવીના "કોકિલાબેન" ફેંસએ માંગી રૂપલ પટેલના જલ્દી ઠીક થવાની દુઆ

ટીવીની દુનિયાના પૉપુલર શો સાથ નિભાવા સાથિયાની સખ્ત કોકિલા મોદી એટલે કે એકટ્રેસ રૂપલ પટેલને લઈને એક ખબર સામે આવી છે. રિપોર્ટસ મુજબ રૂપલ પટેલને હોસ્પીટલમાં દાખલ કરાયુ છે. અત્યારે સુધી આ ખબર નથી પડી કે તેને શા માટે એડમિટ કરાયુ છે. પણ પોર્ટલમાં આ જરૂર કહેવાયુ છે કે તેણે કોઈ ગંભીર સ્વાસ્થય સમસ્યા નથી. તેમજ આ ખબરોને લઈને રૂપલ પટેલનો પણ અત્યાર સુધી કોઈ રિએકશન સામે નથી આવ્યું. એક્ટ્રેસ હૉસ્પીટલમાં દાખલ થવાની ખબરો ફેલતા જ ફેંસ તેમના જલ્દી ઠીક થવા માટે પ્રાર્થના કરી રહ્યા છે. 
 
કરિયરની વાત કરીએ તો રૂપલએ માત્ર ટીવી શો જ નહી પરંતુ ફિલ્મોમાં પણ કામ કર્યુ છે. તેણે 1985માં ફિલ્મ મહકથી તેમની એક્ટિંગની શરૂઆત કરી હતી. તે સિવાય તેણે અંતરાનંદ, સૂરત કા સાતવા ઘોડા, મેમો, સમર જેવી ફિલ્મોમાં કામ કર્યુ છે. 
 
એક્ટ્રેસએ 2001માં ટીવી ઈંડસ્ટ્રીમાં પગલા રાખ્યા હતા. તેમનો ટીવી શો શુગુન હતો. તેણે અસલ ઓળખ સાથે નિભાવા સાત્જિયા સીરિયલમાં કોકિલા મોદીની ભૂમિકા કરીને મળી.