1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Modified: ગુરુવાર, 24 માર્ચ 2022 (15:52 IST)

Taarak Mehta Ka Ooltah Chashmah માં ચાર વર્ષ બાદ જોવા મળશે દયાભાભી

Taarak Mehta Ka Ooltah Chashmah માં  ચાર વર્ષ બાદ જોવા મળશે દયાભાભી. સિરિયલના લેટેસ્ટ એપિસોડમાં જેઠાલાલ (દિલીપ જોષી), મિસ્ટર સોઢી (બલવિંદ સિંહ સૂરી)ને કહે છે કે તે નસીબદાર છે કે તેની પત્ની 2-4 દિવસમાં પરત આવી જશે. આ દરમિયાન જેઠાલાલ કહે છે કે જ્યારથી દયા અમદાવાદ ગઈ છે, ત્યારથી પરત આવી શકી નથી. તો તારક મહેતા (શૈલેષ લોઢા) જેઠાલાલને કહે છે કે તે અમદાવાદ જઈને દયાભાભીને લઈ આવે, કારણ કે અમદાવાદ એટલું દૂર નથી.
 
દિશા વાકાણી પરત ફરશે?:'તારક મહેતા..'માં ચાર વર્ષ બાદ દયાભાભી જોવા મળશે? એપિસોડમાં જેઠાલાલે સંકેત આપ્યો. દિશા વાકાણીએ ઓક્ટોબર, 2017માં મૅટરનિટી બ્રેક લીધો હતો 
 
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'Taarak Mehta Ka Ooltah Chashmah માં દિશા વાકાણી છેલ્લાં ચાર વર્ષથી શોમાં જોવા મળતી નથી. હવે ચર્ચા છે કે દિશા વાકાણી એટલે કે દયાભાભી શોમાં પરત ફરશે. સિરિયલમાં જેઠાલાલે આ અંગે સંકેત આપ્યો હતો.