ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. બજેટ 2022
Written By
Last Updated : મંગળવાર, 1 ફેબ્રુઆરી 2022 (12:03 IST)

Education Budget 2022- બજેટમાં નાણામંત્રીની જાહેરાત - ડિજિટલ યુનિવર્સિટી ખુલશે, PM E વિદ્યાને 200 ચેનલો સુધી વિસ્તરણ કરવામાં આવશે

નાણામંત્રી નિર્મલા સીતારમણે કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને બજેટમાં ડિજિટલ શિક્ષણ પર ખૂબ ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે કોરોના સમયગાળા દરમિયાન શિક્ષણનું ઘણું નુકસાન થયું છે, તેથી ઈ-કન્ટેન્ટ અને ઈ-લર્નિંગને પ્રોત્સાહન આપવામાં આવશે.

દેશમાં ડિજિટલ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવશે. PM e વિદ્યાના 'એક વર્ગ, એક ટીવી ચેનલ' કાર્યક્રમને 12 થી 200 ટીવી ચેનલો સુધી વિસ્તૃત કરવામાં આવશે. આનાથી તમામ રાજ્યો ધોરણ 1 થી 12 સુધી પ્રાદેશિક ભાષાઓમાં પૂરક શિક્ષણ પ્રદાન કરી શકશે. માનસિક સમસ્યાઓ માટે નેશનલ ટેલિમેન્ટલ હેલ્થ પ્રોગ્રામ પણ શરૂ કરવામાં આવશે.