રવિવાર, 24 નવેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. વ્યાપાર
  3. યૂનિયન બજેટ 2024
Written By
Last Modified: મંગળવાર, 23 જુલાઈ 2024 (16:10 IST)

કેન્દ્ર સરકારે યુવાનો માટે તિજોરી ખોલી, નાણામંત્રીએ PM પેકેજ હેઠળ 1.48 કરોડ રૂપિયાની જાહેરાત કરી

2024-25ના બજેટની જાહેરાત કરતી વખતે નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે યુવાનો માટે 1.48 લાખ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. જેમાં રોજગાર, કાર્યક્ષમતા અને આગામી 5 વર્ષ માટે યોજના હેઠળ આ જાહેરાત કરવામાં આવી છે.
 
તેમણે કહ્યું કે 13 લાખ યુવાનો રોજગાર તરફ આગળ વધી રહ્યા છે, તેથી સરકાર વધુ સારું વાતાવરણ આપવા માટે પ્રતિબદ્ધ છે. હાલમાં તેણે 2 લાખ કરોડ રૂપિયાનો સંપૂર્ણ ખર્ચ આપ્યો છે. આ સાથે તેમણે સ્થાનિક સંસ્થાઓમાં ઉચ્ચ શિક્ષણ માટે 10 લાખ કરોડ રૂપિયાની જાહેરાત કરી છે.
 
2024-25નું બજેટ રજૂ કરતી વખતે નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે ભારતની અર્થવ્યવસ્થા ઝડપથી વધી રહી છે. ભારતમાં મોંઘવારી નિયંત્રણમાં છે. આ સાથે તેમણે કહ્યું કે બજેટ દ્વારા રોજગાર અને કૌશલ્ય પર ફોકસ કર્યુ છે.