સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છના તટીય વિસ્તારોમાં આગામી ચાર દિવસ સુધી માવઠાની સંભાવના, રાજ્યમાં ઠંડી વધશે
ગુજરાતના અરબ સાગરમાં બનેલા નિમ્ન દબાણના લીધે 10 નવેમ્બર સુધી સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છના તટીય વિસ્તારોમાં વરસાદી છાંટાની સંભાવના છે. ગુજરાતના હવામાન વિભાગે કહ્યું કે ઓછા દબાણના લીધે રાજ્યમાં આગામી બે દિવસ વાદળ છવાયેલા રહેશે.
તો બીજી તરફ ઉત્તર પૂર્વી હવાઓ રાજ્યના મોટાભાગના શહેરોમાં ઠંડી વધશે. વરસાદની આશંકાને જોતા જૂનાગઢ, રાજકોટ, દ્વારકા અને જામનગર સહિત સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છમાં તાત્કાલિક કાર્યવાહી કરવા માટે કહેવામાં આવ્યું છે કે ખુલ્લામાં અનાજ ન રહે.
હવામાન વિભાગે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં ઉત્તરી ગુજરાત અને સૌરાષ્ટ્ર, કચ્છ ક્ષેત્રમાં ભીષણ ઠંડીની ભવિષ્યવાણી કરી છે. રાજ્યમાં હાલ ધીમે ધીમે ઠંડીનો અહેસાસ થઇ રહોય્ય છે. દિવસે અને રાત્રે તાપમાનમાં લગભગ 10 થી 12 ડિગ્રીનો તફાવત હોય છે. વલસાડ અને નલિયામાં ન્યૂનતમ તાપમાન 16 ડિગ્રી નોંધવામાં આવ્યું. હવામાન વિભાગના અનુસાર આ વખતે રાજ્યમાં ડિસેમ્બર અને જાન્યુઆરીમાં ખૂબ ઠંડી વધવાની સંભાવના છે.
ઉત્તરી-પૂર્વી હવાઓની દિશા બદલાતા હવે ધીમે ધીમે ઠંડી વધી રહી છે. સવારે હળવી ઠંડીનો અહેસાસ થાય છે, પરંતુ બપોરે ગરમી પડે છે. સાંજે ફરીથી ઠંડા પવનોનો અનુભવ થવા લાગે છે. ઠંડા પવનોના લીધે રાજ્યના મોટાભાગના શહેરોમાં ન્યૂનતમ તાપમાન નીચે જાય છે.