શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. શેર સૂચકાંક
Written By વાર્તા|
Last Modified: નવી દિલ્હી , ગુરુવાર, 14 ફેબ્રુઆરી 2008 (17:34 IST)

શેરબજારમાં લાંબી છલાંગ, 818 અંકનો વધારો

નવી દિલ્હી(વાર્તા) દુનિયાભરના શેરબજારોમાં આવેલા ઉછાળા બાદ આજે મુંબઈ શેરબજારના સેન્સેક્સ અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ ઉપર ચડ્યો હતો. લેવાલીના જોર વચ્ચે આજે સેન્સેક્સમાં 817.49 પોઈન્ટનો વધારો તથા નિફ્ટીમાં 286.70 પોઈન્ટનો વધારા સાથે બંધ રહ્યો હતો.

જાણકારોનુ માનવુ છે કે, ઘણા દિવસો બાદ રોકાણકારોમાં સકારાત્મકતા જોવા મળી હતી અને તેના લીધે આજે શેરોમાં ભારે લેવાલી થઈ હતી. જેના કારણે ત્રીસ શેરો પર આધારિત મુંબઈ સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 817.49 પોઈન્ટના વધારા સાથે 17265.19ની સપાટી પર બંધ રહ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટીમાં 286.70 પોઈન્ટનો વધારો નોંધાયો હતો.