શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By

વાસ્તુ : આવા સ્થાન પર મકાન બનાવશો તો થશે નુકશાન

દરેક વ્યક્તિનુ સપનુ હોય છે પોતાનુ ઘર. મોંઘવારીના આ સમયમાં એક સામાન્ય માણસે પોતાનુ ઘર વસાવવા માટે જીવનભરની જમા પૂંજી લગાવવી પડે છે. તેથી જરૂરી છે કે ઘર એવા સ્થાન પર હોવુ જોઈએ જેમા તમે તમારા કુંટુંબ સાથે સુખ અને શાંતિથી રહી શકો. 
 
વાસ્તુ વિજ્ઞાનમાં કહેવામાં આવ્યુ છે કે જ્યા દક્ષિણ દિશા ઢલાનવાળી હોય એ સ્થાન પર ઘર બનાવવાથી સ્ત્રીઓને કષ્ટ થાય છે.  આ રીતે વાસ્તુમાં બીજા અન્ય સ્થાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેનુ વર્ણન ભવિષ્યના પુરાણમાં પણ મળે છે. 
 
ભવિષ્ય પુરાણ મુજબ ઘર એવા સ્થાન પર હોવુ જોઈએ જ્યાની જમીનનો ઢાળ પૂર્વ કે ઉત્તરની તરફ હોય. મંદિર પૂજનીય અને પવિત્ર સ્થાન હોય છે પણ તેની આજુબાજુનું સ્થાન ગૃહસ્થોના નિવાસ માટે યોગ્ય હોતુ નથી. 
 
જેનુ કારણ શક્યત એવુ મનાય છે કે મંદિરની ઘંટી, મંત્ર અને શંખની ધ્વનિ ભક્તિની ભાવનાને અધિક ઉપજાવે છે જેનાથી ગૃહસ્થીના મનમાં ઉદાસીનતા છવાય જાય છે.  ઘર પર મંદિરની છાયા પડવી ઉન્નતિમાં બાધક હોય છે. 
 
જેના સ્થાન પર માંસ-મદિરા વેચવામાં આવે છે કે જુગાર રમનારા લોકો આવતા હોય એવા સ્થા પર પણ ઘર ન વસાવવુ જોઈએ. તેનાથી ઘરમાં રહેતા લોકોના માન સન્માનને સંકટ રહે છે. 
 
ઘરમાં રહેનારા લોકો પર નકારાત્મક વિચારો હાવી રહે છે. જેનાથી વ્યક્તિત્વના વિકાસમાં બાધક આવે છે. નગરના છેડે  ચાર રસ્તા પર કે રાજકર્મચારીના નિવાસ સ્થાન અને રાજમાર્ગની આસપાસ પણ ઘર ન વસાવવુ જોઈએ. 
 
ઘર ક્યા લેવુ યોગ્ય છે 
 
ભવિષ્ય પુરાણ કહે છે કે ગૃહસ્થોએ એવા સ્થાન પર ઘર વસાવવુ જોઈએ જ્યા બુદ્ધિજીવી અને વિદ્વાન લોકો રહેતા હોય.  જ્યા અવરજવર માટે ચોખ્ખો અને સુવ્યવસ્થિત રસ્તો બનેલો હોય.  
 
જ્યા ઘર વસાવવા જઈ રહ્યા છો ત્યાના લોકોનો વ્યવ્હાર પહેલા જાણી લો. જ્યાના લોકો વ્યવ્હારિક હોય. સમય સમય પર એકબીજાને સાથ આપતા હોય ત્યા ઘર વસાવો. 
 
દુષ્ટ વિચાર રાખનારાઓની આસપાસ ઘર ન વસાવવુ જોઈએ. એ પણ ધ્યાન રાખવુ જોઈએ કે અધિક ધનવાન અને પોતાનાથી ઓછી આવકવાળા વચ્ચે ઘર વસાવવુ પણ યોગ્ય નથી.  
 
ભવિષ્ય પુરાણ કહે છે કે પડોશીઓના વિશે જાણ્યા બાદ જમીનની પૂરી માહિતી કરી લો કે તેના પર કોઈ વિવાદ તો નથી ને.  પડોશીઓને હંમેશા મિત્ર બનાવવાનો પ્રયત્ન કરો.