Year Ender 2022: Electric Vehicles ના વેચાણમાં પણ વધુ ઉછાળ, રેકોર્ડ તોડી શકે છે Sale
સરકાર તરફથી સતત મળી રહેલ સપોર્ટ અને વધતા પેટ્રોલ ડીઝલના ભાવોને જોતા હવે લોકો ઈલેક્ટ્રિક વ્હીકલ્સની તરફ આગળ વધી રહ્યા છે. જેને કારને ઈલેક્ટ્રિક વ્હીકલ્સના વેચાણમાં સતત વધારો થઈ રહ્યો છે. જો 2021ની સરખામણી કરવામાં આવે તો 2022 ઈલેક્ટ્રિક વાહનો અને ખાસ કરીને ઈ-કારના વેચાણ માટે શ્રેષ્ઠ વર્ષ રહ્યું છે. 2022 ના નાણાકીય વર્ષ એટલે કે એપ્રિલથી અત્યાર સુધીમાં, ચાર લાખથી વધુ ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ થયું છે. જેમાં કાર, ટુ વ્હીલર અને થ્રી વ્હીલરનો સમાવેશ થાય છે.
હવે ઓટો એક્સપર્ટને આશા છે કે 2023માં પણ ઈલેક્ટ્રિક વાહનોનું જબરદસ્ત વેચાણ જોવા મળશે. નિષ્ણાતોને આશા છે કે નવી ઈલેક્ટ્રિક કાર 2023માં લૉન્ચ થશે અને ટુ વ્હીલરના વેચાણનો આંકડો ઊંચો લઈ જશે.
કેટલુ રહ્યુ વેચાણ
આંકડા પર નજર નાખીએ તો 9 ડિસેમ્બર 2022 સુધી ઈંડિયન માર્કેટમા 4.43 લાખ ઈ વ્હીકલ્સનુ વેચાણ થયુ.
ફક્ત ઓક્ટોબરમાં જ 1 લાખથી વધુ ઈ વ્હીકલ યૂનિટ્સનુ વેચાણ નોંધવામાં આવ્યુ
2020-21ના આંકડા જોવા જઈએ તો 48179 યૂનિટ્સનુ વેચાણ થયુ હતુ.
બીજી બાજુ 2021-22માં આ વેચાણ 2.38 લાખ સુધી પહોંચી ગયુ હતુ.
સરકારનો સપોર્ટ
બીજી બાજુ 2023 માં, ઇલેક્ટ્રિક વાહનને લઈને ઘણી આશાઓ છે. એવું માનવામાં આવે છે કે 2023માં ઇલેક્ટ્રિક વાહનોના વેચાણનો આંકડો 6 લાખને પાર કરી શકે છે. સાથે જ તાજેતરમાં જ ભારતના ઉદ્યોગ પ્રધાન મહેન્દ્ર નાથે પણ માહિતી આપી હતી કે કેન્દ્ર સરકારે હાઇબ્રિડ અને ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે ફેમ ઇન્ડિયા ફેઝ ટુ લાગુ કર્યો છે. આ અંતર્ગત લોકોને ઇલેક્ટ્રિક વાહનો લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. આ સાથે તેમના મેન્યુફેક્ચરિંગને પણ પ્રોત્સાહન આપવામાં આવશે..
ટાટાનુ રાજ
બીજી બાજુ ઈલેક્ટ્રિક વ્હીકલ સેગમેંટમાં ટાટા મોર્ટર્સનુ રાજ જોવા મળી રહ્યુ છે. કંપનીએ ઈલેક્ટ્રિક વ્હીકલ માર્કેટ પર 90 ટકાનો હોલ્ડ કરી રાખ્યો છે. ટાટાએ અત્યાર સુધી 36 હજારથી વધુ ઈ કારોની વેચાણ કર્યુ છે અને કંપ્નીના મુજબ વર્ષ ખતમ થતા સુધી આ આંકડો 50 હજાર સુધી પહોંચી જશે. બીજી બાજુ
ટૂ વ્હીલર સેંગમેંટમાં ઓલા ઈલેક્ટ્રિકે પોતાની પકડ બનાવી છે. કંપનીએ એપ્રિલથી નવેમ્બરની વચ્ચે લગભગ 90 હજાર યૂનિટ્સનુ વેચાણ કર્યુ છે.