શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By

Aarti - આ રીતે કરો ભગવાનની આરતી

કેવી રીતે સજાવવો આરતીનો થાળ ? 
 
આરતીના થાળમાં એક જળથી ભરેલો લોટો , ફૂલ, કંકુ, ચોખા, દીપક, ધૂપ, કપૂર, સાફ વસ્ત્ર, ઘંટ, આરતીની ચોપડી રાખવી જોઈએ. થાળમાં કંકુથી સ્વસ્તિકની આકૃતિ બનાવી લો. થાળ પીત્તળ કે તાંબાનો લેવો. 
 
 
આરતી કરવાની વિધિ 
 
1. ભગવાન સામે આરતી ફેરવતી વખતે  ૐ જેવી આકૃતિ બનવી જોઈએ  
2. જુદા જુદા દેવી-દેવાતાઓ સામે આરતી ઉતારવાની  સંખ્યા પણ જુદી  છે જેવી કે.. 
- ભગવાન શિવ સામે ત્રણ કે પાંચ વાર ઉતારવી 
- ભગવાન ગણેશ સામે બાર વાર  ઉતારવી 
- ભગવાન રૂદ્ર સામે ચૌદ વાર  ઉતારવી 
- ભગવાન સૂર્ય સામે સાત વાર  ઉતારવી 
- ભગવતી દુર્ગા સામે નવ વાર  ઉતારવી 
- બીજા દેવતાઓ સામે સાત વાર ઉતારવી 
 
3. જો આરતીને ફેરવવાની  વિધિમાં કોઈ મુશ્કેલી હોય તો આગળ આપેલ વિધિથી કોઈ પણ દેવી કે દેવતાની આરતી કરી શકાય છે. નાભિ દેશમાં બે વાર અને મુખમંડળમાં એક વાર  ઉતારવી  જોઈએ. આ ક્રમને સાત વાર કરવી જોઈએ. સૌથી પહેલા ભગવાનની મૂર્તિના ચરણોમાં ચાર વાર નાભિમાં બે વાર અને મુખમંડળમાં એક વાર  ઉતારવી  જોઈએ. એ પછી દેવમૂર્તિના સામે આરતીને ગોળાકાર સાત વાર  ઉતારવી  જોઈએ. 
 
4. પદ્મ પુરાણમાં આરતી માટે કહ્યું છે કે  કંકુ, કપૂર, ઘી,અને ચંદનની સાત પાંચ બત્તી બનાવવી કે રૂ અને ઘીની બત્તી  બનાવી શંખ , ઘંટ વગેરે વગાડતા આરતી કરવી જોઈએ. 
 
5. ભગવાનની આરતી પૂરી થયા  પછી થાળની ચારે બાજુ જળ ફેરવવુ જોઈએ, જેથી  આરતી શાંત થઈ  જાય છે. 
 
6. આરતી પૂર્ણ થયા પછી બધાને આરતી આપવી  જોઈએ 
 
7. બધા ભક્ત આરતી લે છે. આરતી લેતા સમયે ભકત એમના બન્ને હાથને નીચેકરી ઉંધા કરી જોડે છે. આરતી પર ઘુમાવીને માથા પર લગાડે છે. એની એ  માન્યતા છે કે ઈશ્વરની બધી શક્તિઓ આ જ્યોતમાં છે જે શક્તિનો  ભાગ ભક્ત માથા પર લે છે. એક બીજી માન્યતા મુજબ આનાથી ઈશ્વરની નજર ઉતારાય છે. જેનુ  ખરુ  કારણ ભગવાનના પ્રત્યેનો પ્રેમ અને ભક્તિનો છે.