રોજ સવારે Jogging કરવાના 7 ફાયદા, આયુષ્ય 5 વર્ષ વધે છે

તાજેતરમાં કરવામાં આવેલ રસપ્રદ અભ્યાસમાં જાણવા મળ્યુ છે કે દરરોજ સવારમાં જોંગિગ હેલ્ધી અને લોંગ લાઈફ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. અભ્યાસમાં આ બાબત પણ સાબિત થઈ ચૂકી છે કે રોજ સવારે જોંગિગથી લાઈફમાં પાંચ વર્ષનો ઉમેરો કરી શકાય છે. યુરોપિયન સોસાયટી ઓફ કાર્ડિઓલોજીના અભ્યાસમાં જાણવા મળ્યુ છે કે નિયમિત રીતે જોંગિંગ લાઈફમાં ઉલ્લેખનીય રીતે વધારો કરે છે. પુરૂષોની લાઈફ પણ 6.2 વર્ષ સુધી વધી જાય છે. જ્યારે મહિલાઓની લાઈફમાં દરરોજ જોંગિગથી 5.6નો વધારો થાય છે. અહેવાલમાં જણાવવામાં આવ્યુ છે કે સરેરાશ ગતિથિ ભાગવાથી અથવા તો ધીમી ગતિથી ચાલવાથી પણ ફાયદો મળે છે. આયુષ્યને ટકાવી રાખવામાં આની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે.

જોંગિગથી થતા ફાયદા -

- જોંગિગથી ઓક્સિજન લેવાનું પ્રમાણ પણ વધી જાય છે. સાથે સાથે શરીરમાં બ્લડપ્રેશર પણ નિયમિત રહે છે. કાર્ડિયાક કામગીરીમાં પણ સુધારો થાય છે.

- રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો થાય છે. હાડકા પણ મજબૂત બને છે. કોપેન હેગન સિટી હાર્ટ અભ્યાસમાં જણાવવામાં આવ્યુ છે કે નિયમિતપણે જોંગિગથી ફાયદો થાય છે. સારા સમાચાર એ છે કે શ્રેણીબધ ફાયદાઓ જોંગિગના રહેલા છે.

- નિયમિત પણે જોંગિગ કરનાર લોકોમાં નિયમિત જોગિંગ નહી કરતા મોતનો દર પણ ઓછો છે.

- તારણોમાં જણાવવામાં આવ્યુ છે કે ભારતીય લોકો પણ આધુનિક સમયમાં જાગૃત થયા છે. કાર્ડિઓલોજીસ્ટ સોસાયટી ઓફ ઈંડિયાના પ્રમુખ ડોક્ટર અશોક શેઠે જણાવ્યુ છે કે પ્રતિ કલાક 5-6 કલાક વોકિંગથી ફાયદો થાય છે.

- ડાયાબિટિસના તમામ જોખમી પરિબળો પણ કસરતથી અંકુશમાં આવે છે. ડાયાબિટિસ, સ્થૂળતા, હાઈ ટેંશનના જોખમી પરિબળોને પણ કાબુમાં લઈ શકાય છે. webdunia gujarati ના સરસ નવા Video જોવા માટે webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો .subscribe કરવા માટે લિંક પર જઈને subscribeનો લાલ બટન દબાવો


આ પણ વાંચો :