રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત ન્યુઝ
  3. અમદાવાદ ન્યુઝ
Written By
Last Updated : શુક્રવાર, 1 મે 2020 (19:57 IST)

ઈન્ટરનેશનલ ફાઈનાન્સીયલ સર્વિસ સેન્ટરનું વડુમથક મુંબઈને બદલે ગાંધીનગર

ઈન્ટરનેશનલ ફાઈનાન્સીયલ સર્વિસીસ સેન્ટર (આઈએફએસસી) બનવાનું મુંબઈનું જૂનું સ્વપ્ન મરી પરવાર્યું છે. 27 એપ્રિલે કેન્દ્ર સરકારે જારી કરેલી અધિસૂચનામાં ગુજરાતના ગાંધીનગરને આઈએફએસસી ઓથોરીટીનું વડુ મથક જાહેર કરાયું છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેકટ ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક સીટી (ગીફટ) આકાર લઈ રહ્યો છે. અલબત, છેલ્લા કેટલાક વર્ષોથી સ્પષ્ટ બન્યું હતું કે મોદી ગાંધીનગરને આવો ઈર્ષાજનક ખિતાબ મળે તેવું ઈચ્છતા હતા. તેમણે જયારે પોતાની સરકારને આઈએફએસસી માટે બીકેસીમાં અનામત રાખવામાં આવેલી જમીન બુલેટ ટ્રેન ટર્મિનલ માટે આવવા મજબૂર કરી ભારે સ્પષ્ટ બન્યું હતું કે મુંબઈ માટે હવે કોઈ તક રહી નથી. 2006માં જન્મ થયો ત્યારથી મુંબઈ આઈએફએસસી પ્રોજેકટ કાગળ પર જ રહ્યો છે. એ વખતના વડાપ્રધાન મનમોહનસિંહે જાહેર કર્યો એ પાછળનાં વિચાર મુંબઈ તેના અનોખા ભૌગોલિક સ્થાનનો લાભ લઈ શકે તેવો હતો, ટાઈમઝોનની દ્દષ્ટિએ મુંબઈ સિંગાપુર અને લંડન એમ બે મુખ્ય આઈએફએસસી વચ્ચે આવેલું છે. પરંતુ જાણીતા ઈન્વેસ્ટમેન્ટ બેંકર પર્સી મિસ્ત્રીના વડપણ હેઠળ રચાયેલી સમિતિની ભલામણો કયારેય અનુસરવામાં આવી નહોતી. પર્સી સમિતિએ શહેરના ઈન્ફ્રાસ્ટ્રકચરને અપગ્રેડ કરવા ભાર મુકયો હતો, પણ મુંબઈને માત્ર ઘાટકોપર અંધેરી મેટ્રોલાઈન મળી છે. સમિતિએ બેન્કિંગ, સિકયુરીટીઝ, કોમોડીટી અને કરન્સી ટ્રેડીંગ માટે વધુ ઉદાર કાયદા બનાવવા ભલામણ કરી હતી, પણ એ દિશામાં કંઈ થયું નથી. એક વરિષ્ઠ બેંકરના જણાવ્યા પ્રમાણે મુંબઈમાં આઈએફએસસીના કારણે નાણાકીય ક્ષેત્રે એક લાખ નોકરીઓ સંલગ્ન સેવાઓમાં ઉભી થઈ હોત. જો કે એક બેંકરે આશ્વાસન લીધું હતું કે, મુંબઈમાં જયાં સુધી આરબીઆઈ, સેબી, બીએસઈ, એનએસઈ અને અન્ય કેટલીય નાણાકીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ છે ત્યાં સુધી દેશના નાણાકીય પાટનગર તરીકે એનું સ્થાન કોઈ છીનવી નહીં લઈ શકે.