બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત ન્યુઝ
  3. અમદાવાદ ન્યુઝ
Written By
Last Updated : શુક્રવાર, 21 ફેબ્રુઆરી 2020 (17:54 IST)

અમદાવાદ કોલેજોએ "બૌદ્ધિકા 2020"માં લીધો ભાગ, થીમના નામ સાંભળીને તમે બોલી ઉઠશો વાહ ક્યા બાત હૈ

અમદાવાદની જાણીતી બિઝનેસ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ "શાંતિ બિઝનેસ સ્કૂલ" (એસ.બી.એસ) દ્વારા ઇન્ટર કૉલેજ ફેસ્ટ "બૌદ્ધિકા 2020"નું આયોજન કરવામાં આવ્યું હતું. આ બે દિવસીય કાર્યક્રમમા સમગ્ર ગુજરાતમાંથી વિવિધ વિદ્યાશાખાની 50 કોલેજોના 3000 થી વધુ વિદ્યાર્થીઓ મુલાકાતે આવ્યા હતા. અમદાવાદની સેન્ટ ઝેવયર્સ, પી.ડી.પી.યુ, નિરમા યુનિવર્સીટી, જી એલ એસ યુનિવર્સીટી, એચ.કે કોલેજ વગેરે શૈક્ષણિક સંસ્થાના વિદ્યાર્થીઓએ પણ આ કાર્યક્રમ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો.
આ કાર્યક્રમનું ઉદ્દઘાટન "શાંતિ બિઝનેસ સ્કૂલ"ના ડિરેક્ટર "નેહા શર્મા"એ કર્યું હતું અને તેમણે જણાવ્યું હતું કે "શાંતિ બિઝનેસ સ્કૂલ" દ્વારા આયોજીત ઇન્ટર કૉલેજ ફેસ્ટ "બૌદ્ધિકા" વિદ્યાર્થીઓની પ્રતિભા પ્રદર્શિત કરવા માટેનું મહત્વપૂર્ણ મંચ બન્યું છે, તેમજ વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસ વધારે છે અને વ્યક્તિત્વમાં નિખાર લાવે છે. આ સમયે સંસ્થાના ડિરેક્ટર કેજીકે પિલ્લાઈ પણ હાજર રહ્યા હતા. "બૌદ્ધિકા 2020"ની થીમ" આઈડિયેટ, ઇનોવેટ, ઇન્ટિગ્રેટ રાખવામાં આવી છે.
 
"બૌદ્ધિકા 2020" માં આ વર્ષે 27 જેટલી ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ બધા જ
કાર્યક્રમો "વિજ્ઞાન, બિઝનેસ, સ્પોર્ટ્સ, આર્ટ્ એન્ડ ક્રિએટિવ સ્કિલ, ફૂડ એન્ડ ફન, થ્રિલિંગ, ઈન્ટલેક્ટ, અને સાંસ્કૃતિક કાર્યક્રમો જેવા 7 વિભાગોમાં વહેંચવામાં આવ્યા છે.
 
"બૌદ્ધિકા 2020" અંતર્ગત યોજવામાં આવેલા ફેશન શોમાં 'બર્ડ્સ ઓફ પેરેડાઈસ', 'ઈન્ક્રિડેબલ ઇન્ડિયા', 'એન્ગ્રી ગોડેસ', જેવી થીમ પર વિદ્યાર્થીઓએ રેમ્પ વૉક કર્યું હતું અને દર્શકોના દિલ જીતી લીધા હતા.
 
 "બૌદ્ધિકા 2020"ના પ્રથમ દિવસે બિઝનેસ પ્લાન માટેની સ્પર્ધા "અગાઝ'', જનરલ નોલેજ ક્વિઝ "જ્ઞાન યુદ્ધ", બેસ્ટ આઉટ ઓફ વેસ્ટ માટે "બનાવો ઉપયોગી", ગીત સંગીતની પ્રતિભા દર્શાવવા માટે "સરગમ", સોલો નૃત્ય માટે "નાચલે", પબ્લિસિટી અને માર્કેટિંગ સ્કિલ અંગેની પ્રતિભા ચકાસવા માટે "વિજ્ઞાપન", શેર માર્કેટમાં રોકાણ માટેની સમજ દર્શવવા માટે "નિવેષ", ચેસ સ્પર્ધા "મોહરા", અને બોક્સ ક્રિકેટ "આઓ ખેલે" વગેરેનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરોક્ત સ્પર્ધાઓમાં ગુજરાતની વિવિધ કોલેજમાંથી આવેલા વિદ્યાર્થીઓએ પોતાની કલા, કૌશલ્ય, અને પ્રતિભાનો પરિચય આપી ઉત્સાહ ભેર ભાગ લીધો હતો. "બોક્સ ક્રિકેટ" અને "ચેસ" જેવી રમતગમતના કાર્યક્રમોમાં સૌથી વધુ ભીડ જોવા મળી હતી. યુવાનો માટેની સૌથી "સ્ટાયલિસ્ટ 'દાઢી'" માટેની સ્પર્ધાએ ખાસ આકર્ષણ જમાવ્યું હતું.
"બૌદ્ધિકા 2020"ના બીજા દિવસે બિઝનેસ કવીઝ માટેની સ્પર્ધા "વ્યાપાર પહેલી '', ફાયનાન્સિયલ પ્લાનિંગ માટે "સંમ્પતી", વિડિઓ મેકિંગ સ્પર્ધા "ટિક્ટોક", યુથ પાર્લામેન્ટ "યુવા મંચ ", ફેઈસ પેન્ટિંગ માટે "રંગદે", વાનગી સ્પર્ધા માટે 'ઉસ્તાદે ઝાયકા', ગ્રુપ ડાન્સ " ઝનકાર" વગેરેનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરોક્ત સ્પર્ધાઓમાં ગુજરાતની વિવિધ કોલેજમાંથી આવેલા વિદ્યાર્થીઓએ પોતાની કલા, કૌશલ્ય, અને પ્રતિભાનો પરિચય આપી ઉત્સાહ ભેર ભાગ લીધો હતો.