ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત ન્યુઝ
  3. અમદાવાદ ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 22 જુલાઈ 2020 (17:23 IST)

અમદાવાદમાં વિવિધ ક્લોથ માર્કેટ અને સોના ચાંદી બજારમાં 60 કેસ પોઝિટિવ નોંધાયા

કોરોનાના કેસો અમદાવાદમાં અન્ય શહેર કરતા નિયંત્રણમાં આવ્યા છે. શહેરમાં ટેસ્ટની સંખ્યા વધારવામાં આવી છે. જેની વચ્ચે અમદાવાદના કાપડ અને સોના-ચાંદીના બજારો ખુલતાં કેસોને ધ્યાનમાં રાખી કોટ વિસ્તારમાં કાલુપુર-રાયપુરમાં આવેલા મોટા માર્કેટમાં કોર્પોરેશન દ્વારા ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. જેમાં ન્યુ ક્લોથ માર્કેટ સહિત વિવિધ માર્કેટ મળીને 10 જુલાઈથી 22 જુલાઈ સુધીમાં કુલ 60 પોઝિટિવ કેસ નોંધાયા છે. ન્યુ કલોથ માર્કેટ, સફલ-1, સફલ-3, પારેખ ટાવર, કાંકરિયા રોડ, ઘંટા કર્ણ માર્કેટ, B.B.C. માર્કેટ (પાંચ કુવા), સૂગ્નોમલ માર્કેટ (પાંચ કુવા),ચોક્સી મહાજન માર્કેટ આ તમામ માર્કેટ મળીને 10 જુલાઈથી 22 જુલાઈ સુધીમાં 60 કેસ પોઝિટિવ આવ્યા છે. માણેકચોક સોના-ચાંદી માર્કેટમાં 4 કેસ, સુગ્નોમલ માર્કેટમાં 8 કેસ, રાયપુર સોસાયટી અને સફલ-3માં 5 કેસ પોઝિટિવ કેસ આવ્યા છે. ઘંટાકર્ણ કલોથ માર્કેટમાં એકપણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. કોરોનાના કારણે બે મહિના બંધ રહેલા માર્કેટ ફરી ધમધમી રહ્યા છે. માર્કેટમાં રોજના હજારો લોકોની અવરજવર રહે છે. વેપારીઓ કોરોનાને સાવચેતી રાખે છે. જો કે સમગ્ર શહેરમાં ટેસ્ટિંગ વચ્ચે વેપારીઓ અને કારીગરોના પણ ટેસ્ટ કોર્પોરેશન દ્વારા શરૂ કરવામાં આવી છે. જેમાં માણેકચોક સોના-ચાંદી માર્કેટમાં 200 ટેસ્ટ થયા હતા. જે પૈકી ચાર પોઝિટિવ કેસ જાહેર થયા છે. જેમાં એક કેસ બજારના વેપારીનો છે જ્યારે અન્ય ત્રણ કેસ બીજા માર્કેટમાંથી ટેસ્ટ કરાવવા આવેલા વેપારીના છે. સુગ્નોમલ માર્કેટમાં 138 ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાં 8 કેસ પોઝિટિવ નોધાયા હતા. રાયપુર સોસાયટી અને સફલ- 3 માં 175 ટેસ્ટ પૈકી 5 કેસ પોઝિટિવ કેસ મળી આવ્યા હતા જ્યારે ન્યુ કલોથ માર્કેટમાં 3500 ટેસ્ટ થયા છે જેમાં સૌથી વધુ 60 કેસ પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે ઘંટાકર્ણ કલોથ માર્કેટમાં 220 ટેસ્ટ થયા હતા. જેમાં એકપણ વ્યક્તિ પોઝિટિવ આવ્યો નથી.