Last Modified: મુંબઈ , શનિવાર, 8 નવેમ્બર 2008 (18:14 IST)
માલેગાંવ વિસ્ફોટઃ વધુ બેની ધરપકડ
માલેગાંવ વિસ્ફોટની તપાસ કરી રહેલાં એટીએસે વાપી અને પૂણેથી વધુ બે વ્યક્તિઓની ધરપકડ કરી છે. આ કેસમાં સેનાનાં વધુ કર્મચારીઓની ધરપકડ કરવામાં આવે તેવી શક્યતા છે.
અધિકારીઓનાં જણાવ્યા મુજબ ધરપકડ કરાયેલા લેફ્ટ. કર્નલ પી એસ પુરોહિતની રજાઓનો રેકોર્ડ તપાસીએ તો તેની પર શંકા પેદા થાય છે. પુરોહિતને 29 સપ્ટેમ્બરનાં રોજ થયેલા માલેગાંવનાં બોમ્બ વિસ્ફોટનો ષડયંત્રકર્તા સમજવામાં આવે છે.
અન્ય બે સેવાનિવૃત્ત કર્નલોની પુછપરછમાં પણ કરવામાં આવી શકે છે. જો કે આ અંગે પોલીસ દ્વારા કોઈ જાણકારી આપી નથી. વાપી અને પૂણે થી ધરપકડ કરવામાં આવેલા બે વ્યક્તિઓ વિશે કોઈ જાણકારી પ્રાપ્ત થઈ શકી નથી.