બુધવાર, 24 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: શુક્રવાર, 28 જાન્યુઆરી 2022 (00:08 IST)

શાસ્ત્રીય રીતે કરો શુક્રવારે આ ઉપાય, ક્યારેય નહી રહે ધન અને સુખનો અભાવ

1.દર શુક્રવારે ,ધનતેરસ , હોળી ,દિવાળી અને મોટા પર્વના દિવસે ગાયને રોટલી ખવડાવો. ધ્યાન રાખો કે રોટલી વાસી ન હોય અને ગાયના સ્વાસ્થ્યને અનૂકૂળ હોય. સારુ 
કહેવાશે કે તમે રોજ ગાયને  રોટલી ખવડાવો. આવુ કરવાથી ઘરમાં લક્ષ્મીની કૃપા રહે  છે. 
2. ગુરૂવારે કે શુક્રવારે કોઈ પણ મંદિરમાં કેળા ના બે ઝાડ લગાવો . ઝાડ લગાડ્યા પછી તેની દેખરેખ પણ કરો. તેની પાસે કોઈ સુગંધિત છોડ લગાવી દો. માનવું છે કે જેવી રીતે આ છોડ વધશે તમારા ભાગ્યમાં પણ વૃદ્ધિ થશે. 
3. શુક્રવારે ઘરમાં મીઠું નાખીને પોતું જરૂર કરવું જોઈએ. આનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે. 
4. શુક્રવારે દેવી લક્ષ્મીના મંદિરમાં જઈને દેવીને સફેદ રંગની મિઠાઈના ભોગ લગાડો અને આ દિવસે સફેદ વસ્તુનુ દાન પણ કરાય તો સારું ગણાય છે. 
5. દર શુક્રવારે લક્ષ્મીનું  પૂજન કરો. આ ઉપાય ધન તેરસ પર પણ કરી શકો છો. લક્ષ્મીના પૂજન પછી  કોઈ પણ દેવીને લવિંગ ચઢાવો. એનાથી ધંધામાં ફાયદો  થાય છે. 
6. ઘરમાં સફાઈ કરવી એ  પણ લક્ષ્મીને પ્રસન્ન કરવાનો  એક ઉપાય છે પણ ધ્યાન રાખો કે સૂર્યાસ્ત પછી ઘરમાં કચરો વાળવું કે પોતુ ન લગાડવું. આનાથી ધનનું નુકશાન 
 
થાય છે અને લક્ષ્મી રિસાઈ જાય છે. 
7. કોઈ નિર્ધન , દર્દી અને જરૂરિયાત માણસની આર્થિક મદદ કરો. ખાસ કરીને કોઈ કન્યાના લગ્ન અને અભ્યાસ માટે વિદ્યાર્થીને ધન આપવાથી માનસ પર હમેશા લક્ષ્મીની 
 
કૃપા હોય છે. પણ ધ્યાન રાખો કે ધન આપ્યા પછી એનું પ્રચાર ન કરો અને ન પોતાને મોટું દાનવીર સમજવું. 
ઈશ્વરને નમન કરીને ધન્યવાદ આપો કે એને તમને આ યોગ્ય બનાવ્યા. અન એ આ વાતના ક્યારે પન અભિમાન ન કરવું. 
8. ઘરમાં લક્ષ્મીના પૂજન કર્યા પછી દક્ષિણાવર્તી શંખમાં ચોખાના દાના નાખો. એમાં લાલ ગુલાબની પાંખડી નાખો . આવું કરવાથી ધન લાભના યોગ બને છે. 
9. શુક્રવારે દેવી લક્ષ્મીનું  વ્રત કરો અને ઉપવાસ કરી દેવી લક્ષ્મીની પૂજા કરી ખીરના ભોગ લગાડો. 
10. શુક્રવારે શંખ પૂજા કરવાથી પણ દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે. 
11. માતા લક્ષ્મીની પૂજા સાચા મન અને ભાવનાથી કરો તો બધી ઈચ્છા પૂર્ણ થાય છે.