શુક્રવાર, 29 માર્ચ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : ગુરુવાર, 21 ડિસેમ્બર 2023 (10:17 IST)

Guruwar Upay- આજે હળદરના આ ઉપાયથી બધી આર્થિક સમસ્યાઓ દૂર થશે

Guruwar Haldi Upay in gujarati
Guruwar Haldi Upay- હિન્દુ ધર્મમાં હળદરને ખૂબ પવિત્ર ગણાય છે. કોઈ પણ પૂજા પાઠ હળદર વગર પૂરી નથી થાય છે. આયુર્વેદમાં હળદરને ઔષધ ગણાય છે. જ્યોતિષ શાસ્ત્રમાં હળદરના ઘણા ઉપાય કરાય છે. ભગવાન વિષ્નુને હળદર ખૂબ પ્રિય છે. તેથી ગુરૂવારના દિવસે તેનાથી સંકળાયેલા ઉપાય વધારે અસરદાર ગણાય છે. 
 
હળદરના ઉપાય ન માત્ર ભાગ્ય ચમકાવે છે પણ આર્થિક સ્થિતિંર પણ મજબૂત કરે છે. 
 
- ભગવાન વિષ્ણુને હળદર ખૂબ જ પ્રિય છે. તેમને ખુશ કરવા માટે આ દિવસે ચણાની દાળ અને હળદરનું દાન કરવું જોઈએ. આ ઉપાયથી ભગવાન વિષ્ણુની સાથે દેવી લક્ષ્મીની પણ કૃપા થાય છે અને ધન સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે.
 
- હળદરની માળાથી ૐ બૃં બૃહસ્પતયે નમ: મંત્રનો જાપ કરો.
 
- ગુરૂવારે ભગવાન વિષ્ણુનો પૂજન કર્યા પછી માથા પર હળદરનો તિલક જરૂર લગાવો. આવુ કરવાથી બૃહસ્પતિ ગ્રહ મજબૂત હોય છે અને  પરિણીત જીવન પણ મધુર હોય છે.
 
-સ્નાન કરવાના પાણીમાં દર ગુરૂવારે ચપટી હળદર નાખી દો. આ પાણીથી સ્નાન કર્યા પછી તમે કેળાની જડમાં પાણી નાખો અને એ જળમાં પણ ચપટી હળદર અને પીળા ફુલ સામેલ કરો. તેનાથી તમારી આર્થિક સમસ્યા દૂર થવા માંડશે.
 
- જો તમે આર્થિક તંગીથી પરેશાન છો તો ગુરુવારે ભગવાન ગણેશને હળદરના ગઠ્ઠાની માળા અર્પણ કરો. આમ કરવાથી કામમાં આવતી અડચણો દૂર થાય છે. 
 
- હળદરનો એક ગઠ્ઠો લાલ કપડામાં બાંધીને તિજોરીમાં રાખવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. આ ઉપાય કરવાથી ઘરમાં ધનનું આગમન થાય છે.
 
-  પીળા રંગના ફૂલ, ચણાની દાળ, પીળા કપડા અને પીલા ચંદનથી પૂજા કરવી જોઈએ. પૂજન પછી કથા સાંભળવી જોઈએ.